રામ મંદિરનો મુદ્દો હાલ દેશભરમાં ખુબ ચર્ચાઓમાં જોવા મળી રહ્યો છે. અ મુદ્દે આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરે મધ્યસ્થતા કરવાની કોશિશ કરી રહ્યા છે તેમજ તેઓની સીએમ યોગી આદિત્યનાથ સાથેની મુલાકાત બાદ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ રામ મંદિર મુદ્દે જોવા મળતા આરોપ-પ્રત્યારોપ વચ્ચે નિર્મોહી અખાડા ગોવર્ધનના મહંત સીતારામ દાસે એક ચોકાવનારો ખુલાસો કર્યો છે.
સીતારામ દાસે VHP પર આરોપ લગાવતા કહ્યું, “વિશ્વ હિંદુ પરિષદે રામ મંદિરના નિર્માણ પર અત્યાર સુધી ૧૪૦૦ કરોડ રૂપિયા વસુલ કર્યા છે”.
મહત્વનું છે કે, આ પહેલા નિર્મોહી અખાડાના મહંત દીનેદ્ર દાસે પણ ખુલાસો કર્યો હતો કે, રામ મંદિર મુદ્દે સમજૂતી કરવા માટે સુન્ની વક્ફ બોર્ડને ૧ કરોડ રૂપિયાથી લઇ ૨૦ કરોડ રૂપિયાની રકમ મળી શકે છે.