Gold/ અમદાવાદમાં નોટબંધી પછી પહેલીવાર ઓક્ટોબરમાં સોનાની આયાત વધીને 15.2 મેટ્રિક ટન થઈ

સોનાની તેજી પાછળ ઓક્ટોબર મહિનની શરૂઆતમાં કિંમતમાં થયોલો ઘટાડો જવાબદાર

Top Stories Business
First time after demonetisation Oct gold imports soar to 15 MT અમદાવાદમાં નોટબંધી પછી પહેલીવાર ઓક્ટોબરમાં સોનાની આયાત વધીને 15.2 મેટ્રિક ટન થઈ

અમદાવાદઃ દેશમાં નોટબંધીની જાહેરાતના સાત વર્ષ પછી પહેલીવાર ઓક્ટોબરમાં ગુજરાતમાં સોનાની આયાત 15.2 મેટ્રિક ટન સુધી પહોંચી છે. છેલ્લે નોટબંધીની જાહેરાત બાદ નવેમ્બર 2016માં આ પીળી ધાતુ (ગોલ્ડ)ની આયાત 18.65 મેટ્રિક ટન સુધી પહોંચી હતી. અમદાવાદ એર કાર્ગો કોમ્પ્લેક્સના આંકડાથી આ વિગત સામે આવી છે.

બજાર નિષ્ણાંતો અનુસાર સોનાની આયાતમાં આવેલા આ તેજી પાછળ ઓક્ટોબર મહિનની શરૂઆતમાં તેની કિંમતમાં આવેલો ઘટાડો જવાબદાર છે.

અમદાવાદમાં 6ઠ્ઠી ઓક્ટોબરે સોનાની કિંમત રૂ. 58,100 પ્રતિ 10 ગ્રામથી વધીને સાતમી ઓક્ટોબરે રૂ. 63,000 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગઇ છે. સોનાની કિંમતોમાં આવેલા ઘટાડાથી સોની અને બુલિયન ટ્રેડર્સ માટે એક વરદાનરૂપ હતું, કારણકે કેટલાય લોકોએ તેહવારની સિઝનમાં માગમાં વધારાની શક્યતા ભાખીને સોનાનો સ્ટોક કરી લીધો હતો.

તહેવામાં સોનાની ખરીદીનું વલણ જોઇને ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના ડાયરેક્ટર હરેશ આચાર્યએ એક મીડિયા સમૂહ સાથેની વાતચીતમાં કહ્યું કે ઇઝરાયલ અને ગાઝમાં ચાલી રહેલા તણાવના કારણે સોનાની કિંમતોમાં તેજી જોવા મળી છે. જોકે, સોનાની કિંમત ઓછી હતી ત્યારે તહેવાર અને લગ્નસરાની સિઝન દરમિયાન ઘરાકી નિકળશે તેવી આશાએ જ્વેલર્સ અને સ્ટોકિસ્ટોએ મોટી સંખ્યામાં સોનું ખરીદી લીધુ હતુ. તેને પરીણામે ઓક્ટરબર મહિના દરમિયાન કુલ આયાતમાં વધારો જોવા મળ્યો હતો.

ઑક્ટોબર 2022 ની સરખામણીમાં, પીળી ધાતુની આયાત લગભગ બમણી થઈ છે અને એક વર્ષમાં 85% વધી છે, જે તહેવારોની સિઝન પહેલા સોનાની વધુ ખરીદીને કારણે ભાવમાં ઘટાડાથી પ્રેરિત છે. “અમે દશેરા પર સારી માગ જોઈ અને આ વખતે લગ્નના મુહૂર્તની સંખ્યા નોંધપાત્ર વધારે છે. તેથી, અમે સારી માગની અપેક્ષા રાખી છીએ. નવા સોનાની ખરીદીની સરખામણીમાં એક્સચેન્જ આધારિત સોનાની ખરીદી વધુ હોવા છતાં, નવા સોનાની માગ ઊંચી રહેવાની ધારણા છે, એમ શહેરના એક જ્વેલર્સે કહ્યું હતું.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા અનુસાર, ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ જુલાઈ-સપ્ટેમ્બરના સમયગાળામાં ભારતમાં સોનાની માગમાં 10%નો વધારો થયો છે. Q3 2023 માટે કુલ માગનું મૂલ્ય રૂ. 1,88,400 કરોડ હતું, જે પાછલા વર્ષ કરતાં 28% વધુ છે. જ્વેલરીની માગ પણ 7% વધીને 155.7 ટન થઈ હતી. સોનામાં રોકાણની માગમાં 20%નો નોંધપાત્ર વધારો 54.5 ટન જોવા મળ્યો, જે ભાવ કરેક્શન અને સકારાત્મક આર્થિક સેન્ટિમેન્ટને કારણે છે.