indian student in canada/ કેનેડાના 700થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ પર ખતરો, મોકલવામાં આવશે પરત, આ છે મામલો

જલંધરમાં 700 થી વધુ વિદ્યાર્થીઓએ એજ્યુકેશન માઈગ્રેશન સર્વિસ હેઠળ સ્ટડી વિઝા માટે અરજી કરી હતી. આ માટે હમ્બર કોલેજમાં પ્રવેશ અને અન્ય ખર્ચ માટે દરેક વિદ્યાર્થી પાસેથી 16 લાખથી વધુ રૂપિયા લેવામાં આવ્યા હતા.

Top Stories World
ભારતીય વિદ્યાર્થીઓ

કેનેડામાં રહેતા 700થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ને દેશનિકાલ કરવામાં આવી શકે છે. કેનેડિયન સત્તાવાળાઓએ શોધી કાઢ્યું છે કે ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં સબમિટ કરેલા પ્રવેશના પત્રો નકલી છે. આપને જણાવી દઈએ કે તાજેતરમાં જ આ વિદ્યાર્થીઓને કેનેડિયન બોર્ડર સિક્યોરિટી એજન્સી (CBSA) તરફથી દેશનિકાલ પત્રો મળ્યા છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, જલંધરમાં 700 થી વધુ વિદ્યાર્થીઓએ એજ્યુકેશન માઈગ્રેશન સર્વિસ હેઠળ સ્ટડી વિઝા માટે અરજી કરી હતી. આ માટે હમ્બર કોલેજમાં પ્રવેશ અને અન્ય ખર્ચ માટે દરેક વિદ્યાર્થી પાસેથી 16 લાખથી વધુ રૂપિયા લેવામાં આવ્યા હતા.

આ વિદ્યાર્થીઓ વર્ષ 2018-2019 વચ્ચે ભારતમાંથી કેનેડા ભણવા ગયા હતા. આ કિસ્સામાં છેતરપિંડી ત્યારે સામે આવી જ્યારે એક વ્યક્તિ દ્વારા કાયમી નિવાસી માટે અરજી કરવામાં આવી હતી. જેના દ્વારા શિક્ષણનો પત્ર ચકાસણી હેઠળ આવ્યો હતો. આ અંગે ઈમિગ્રેશન અધિકારીઓએ તપાસ કરતાં આ સમયગાળા દરમિયાન કોલેજમાં એડમિશન માટે રજૂ કરાયેલા દસ્તાવેજો નકલી હોવાનું જણાયું હતું. આ દસ્તાવેજોની તપાસ કર્યા બાદ વિદ્યાર્થીઓને પ્રવેશ માટે વિઝા આપવામાં આવ્યા હતા.

નિષ્ણાતો કહે છે કે મોટાભાગના વિદ્યાર્થીઓએ તેમનો અભ્યાસ પૂર્ણ કરી લીધો છે. આ સાથે વર્ક પરમિટની સાથે કામનો અનુભવ પણ મેળવ્યો છે. પરંતુ જ્યારે તેઓએ નાગરિકતા (PR) માટે અરજી કરી તો તેમની મુશ્કેલીઓ વધી ગઈ. આ શિક્ષણ છેતરપિંડી તેના પ્રકારનો અનોખો કિસ્સો છે જે કેનેડામાં પ્રથમ વખત જોવા મળ્યો છે. નિષ્ણાતો કહે છે કે આટલી મોટી છેતરપિંડી કેનેડામાં મોટી સંખ્યામાં અરજદારોનું પરિણામ છે. ઈન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા સમાચાર મુજબ, જલંધરમાં છેલ્લા 10 વર્ષથી વિદ્યાર્થીઓને કેનેડા મોકલવા સાથે સંકળાયેલા એક સલાહકારે કહ્યું કે આ છેતરપિંડી પાછળ ઘણા પરિબળો સામેલ છે.

આ પણ વાંચો:મનીષ સિસોદિયા પર CBI એ આ આરોપો પર નોંધી વધુ એક FIR, જાણો શું છે કેસ

આ પણ વાંચો:6G ટેક્નોલોજીમાં ભારતની મોટી છલાંગ,કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ મામલે જાણો શું કહ્યું…

આ પણ વાંચો:ઈમરાન ખાનને કોર્ટ તરફથી મળી ઓફર, આમ કરશો તો ધરપકડ નહીં થાય

આ પણ વાંચો:અમેરિકાનો રશિયાને વળતો જવાબઃ આંતરરાષ્ટ્રીય કાયદાની મંજૂરી હશે ત્યાં તેના પ્લેન-ડ્રોન ઉડશે