Not Set/ ભાજપે ઇન્દોરના આ ઉમેદવારની કરી જાહેરાત, જાણો બીજા ક્યા ઉમેદવાર કર્યા જાહેર

ભાજપે તેના ઉમેદવારોની નવી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં કુલ 7 નામ સામેલ છે. જેમાં દિલ્હીના 4, પંજાબ, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના 1-1 ઉમેદવારના નામ સામેલ છે. ખૂબ જ અસમંજસ પછી ઇન્દોરથી શંકર લાલવાણીને ટિકિટ અપાઇ છે. જાણો કોને અપાઇ ટિકિટ દિલ્હી ચાંદની ચોક – ડો હર્ષવર્ધન ઉત્તર પૂર્વ દિલ્હી – મનોજ તિવારી પશ્વિમ […]

Top Stories
BJP ભાજપે ઇન્દોરના આ ઉમેદવારની કરી જાહેરાત, જાણો બીજા ક્યા ઉમેદવાર કર્યા જાહેર

ભાજપે તેના ઉમેદવારોની નવી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં કુલ 7 નામ સામેલ છે. જેમાં દિલ્હીના 4, પંજાબ, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના 1-1 ઉમેદવારના નામ સામેલ છે. ખૂબ જ અસમંજસ પછી ઇન્દોરથી શંકર લાલવાણીને ટિકિટ અપાઇ છે.

જાણો કોને અપાઇ ટિકિટ

દિલ્હી

ચાંદની ચોક – ડો હર્ષવર્ધન

ઉત્તર પૂર્વ દિલ્હી – મનોજ તિવારી

પશ્વિમ દિલ્હી – પ્રવેશ વર્મા

દક્ષિણ દિલ્હી – રમેશ બિધૂડી

ઇન્દોર – શંકર લાલવાણી

અમૃતસર – હરદીપ પુરી

ઘોસી – હરિનારાયણ રાજભર

અહીંયા જોવાલાયક બાબત એ છે કે દિલ્હીની ચાર બેઠકો પર બધા જ પ્રવર્તમાન સાંસદોને ટિકિટ અપાઇ છે. બીજી તરફ મધ્યપ્રદેશના ઇન્દોરમાં પણ લાંબા સમય સુધી ચાલેલી ગડમથલ બાદ શંકર લાલવાણીને ઉમેદવાર જાહેર કરાયા હતા. વર્ષ 1993માં વિધાનસભા ક્ષેત્ર-4 થી લાલવાણીને ભાજપના અધ્યક્ષનો કાર્યભાર સોંપાયો હતો. ત્યારબાદ તેને 1996માં જયરામપુર વોર્ડથી ટિકિટ મળી હતી. તેમાં તેમણે તેના ભાઇ અને કોંગ્રેસના ઉમેદવાર પ્રકાશ લાલવાણીને હરાવ્યા હતા.