નવસારી અને ડાંગ જિલ્લાને જોડતી બીલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેન સહિત રાજ્યની કુલ ૧૧ નેરોગેજ ટ્રેનો કાયમ માટે બંધ કરી દેવાનો ભારતીય રેલવે મંત્રાલયે નિર્ણય કર્યો છે અને તેની જાહેરાત પણ કરી દીધી છે. રેલ મંત્રાલયના પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે ગુજરાતની આ 11 ટ્રેન ચલાવવી આર્થિક રીતે પરવડતું નહીં હોવાનું કારણ દર્શાવીને તેને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ત્યારે ડાંગ જિલ્લાના તેમજ નવસારી જિલ્લાના અંતરીયાળ વિસ્તારના આદિવાસીઓ માટે જીવાદોરી સમાન આ નેરોગેજ ટ્રેન હોય સાથે આ ટ્રેનમાં બેસીને લોકો સુરત,વાપી,ભરૂચ સહિતના વિસ્તારોમાં રોજીરોટી તેમજ વિધાર્થીઓ ઉચ્ચ શિક્ષણ અર્થે પણ અવર જવર કરતા હોય ત્યારે ઐતિહાસિક ટ્રેન બંધ ન થાય તેવી માંગ સ્થાનિકોમાં ઉઠવા પામી છે.
ત્યારે વાંસદા ચીખલી ના ધારાસભ્ય અનંત પટેલ ની આગેવાની હેઠળ ઉનાઈ રેલવે સ્ટેશન ખાતે રેલવે સંઘર્ષ સમિતિ દ્વારા ધરણા યોજી આ ટ્રેન ચાલુ રાખવાની માંગ કરવામાં આવી છે.અને જો આ ટ્રેન ને ચાલુ રાખવામાં નહિ આવશે તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી પણ ધારાસભ્ય અનંત પટેલ દ્વારા આપવામાં આવી છે.
રાજકોટ / આવો મળીએ કરોડપતિ ચોરને જે ચોરી કરતી વખતે સફેદ કપડાં જ પહેરતો…
ગોધરા / GPCBના લાંચિયા અધિકારી ગીરીજાશંકર સાધુના રેગ્યુલર જામીન નામં…
dharma / જટોલી શિવ મંદિર – પથ્થર ઉપર થાપટ મારતા સંભળાય છે ડમરું જેવો …
નારીશક્તિ / પૌત્ર રમાડવાની ઢળતી ઉંમરે અગરબત્તી વેચી ગુજરાન ચલાવે છે સ્વા…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…