Not Set/ INDvsBAN 1st Test/ ભારત જીત તરફ અગ્રેસર, એક ઈનિગ્સથી જીતવાની તક, બાંગ્લાદેશ 60/4

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ ઈંદોરનાં હોલકર સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. આજે ત્રીજો દિવસ છે. ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશની ટીમ 150 રનમાં ઢેર થઈ ગઈ હતી. તેના જવાબમાં ભારતે પ્રથમ ઇનિંગ્સમાં 6 વિકેટે 493 રન બનાવીને ઇનિંગની ઘોષણા કરી હતી. આમ ભારતને પ્રથમ દાવમાં 343 રનની […]

Top Stories Sports
Teamm INDvsBAN 1st Test/ ભારત જીત તરફ અગ્રેસર, એક ઈનિગ્સથી જીતવાની તક, બાંગ્લાદેશ 60/4

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ ઈંદોરનાં હોલકર સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. આજે ત્રીજો દિવસ છે. ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશની ટીમ 150 રનમાં ઢેર થઈ ગઈ હતી. તેના જવાબમાં ભારતે પ્રથમ ઇનિંગ્સમાં 6 વિકેટે 493 રન બનાવીને ઇનિંગની ઘોષણા કરી હતી. આમ ભારતને પ્રથમ દાવમાં 343 રનની લીડ મળી હતી. બીજી ઇનિંગમાં બેટિંગ કરતા બાંગ્લાદેશે 4 વિકેટ ગુમાવ્યા બાદ 59 રન બનાવ્યા હતા. ઈમરુલ કાએસ (6) ને ઉમેશ યાદવે અને શાદમાન ઇસ્લામ (6) ને ઈશાંત બોલ્ડ કરી પેવેલિયન પરત કર્યો હતો.

Ishant INDvsBAN 1st Test/ ભારત જીત તરફ અગ્રેસર, એક ઈનિગ્સથી જીતવાની તક, બાંગ્લાદેશ 60/4

આ પહેલા બીજા દિવસની રમતનાં અંત સુધીમાં ભારતે મયંક અગ્રવાલ (243) અને અજિંક્ય રહાણે (86) ની શાનદાર ઇનિંગ્સની મદદથી બાંગ્લાદેશ સામે 343 રનની મજબૂત લીડ લીધી હતી. મેચનાં પહેલા દિવસે ભારતે બાંગ્લાદેશને 150 રનમાં બોલ્ડ કર્યું હતું. તેના જવાબમાં બીજા દિવસનાં અંત સુધીમાં ભારતે છ વિકેટ ગુમાવી 493 રન બનાવ્યા છે.

શું કહે છે મયંક અગ્રવાલ

મેચ બાદ અગ્રવાલે કહ્યું, “માનસિકતાની વાત કરીએ તો મે મારા મનમાંથી નિષ્ફળતાનાં ડરને દૂર કરી દીધો છે જેના કારણે હું ઘણો બદલાઇ ગયો છું. મારા મનમાંથી ડર દૂર કર્યા પછી, મને રનોની ભૂખ વધુ લાગી, તેવો પણ સમય રહ્યો કે જ્યારે હું રન કરી શક્યો નહોતો. હવે જ્યારે પણ હું સેટ થઇ જાઉ છુ, ત્યારે મોટા સ્કોર બનાવવાનો પ્રયાસ કરું છું.”

પોતાના ક્રિકેટ પ્રવાસ વિશે વાત કરતાં અગ્રવાલે કહ્યું, “અલબત્ત મેં મારી ક્રિકેટ યાત્રા ખૂબ જ માણી છે. મેલબોર્નમાં મારી પહેલી મેચ રમવી ખૂબ જ ખાસ હતી. મેં ટીમનાં વિજયમાં ફાળો આપ્યો અને ભારતે પ્રથમ વખત ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીતી. મને બહુ સારું લાગ્યું.”

“આ ભાવના જ મને અને બાકીની ટીમને આગળ વધીને ટૂર્નામેન્ટ જીતવા પ્રેરણા આપે છે. હું એક સમયે એક બોલ રમવાનો પ્રયત્ન કરું છું અને બને ત્યાં સુધી બેટિંગ કરવાનો પ્રયત્ન કરુ છું.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.