અમદાવાદના પાંજરાપોળમાં ફરીવાર અકસ્મતાની ઘટના બની છે.શહેરના આંબાવાડી ચાર રસ્તા પાસે ડમ્પરની અડફેટે મહિલાનું મોત નિપજ્યું. ડમ્પર ચાલકે મહિલા એક્ટિવા ચાલકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો.
મળતી માહિતી અનુસાર અકસ્માત બાદ નાસી છૂટેલા ડમ્પર ચાલકને આગળના સિગ્નલ પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારે અકસ્માતની ઘટનાને પગેલે પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
આપને યાદ અપાવી દઈએ કે આ અકસ્માત એ સ્થળે થયો છે. જ્યાં ગત 21 નવેમ્બરના રોજ BRTSની બસે બાઈક ચાલકને અડફેટે લેતા બે સગા ભાઈઓના મોત થયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.