Not Set/ બગસરા / કાગદડી ગામમાંથી દીપડી પાંજરે પુરાઈ, સ્થાનીકોમાં હાશકારો

બગસરા ખાતે છેલ્લા કેટલાંય દિવસથી માનવભક્ષી દીપડાનો આતંક વર્તાતો હતો. આજે રાત્રે દીપડી પાંજરે પુરતા વન વિભાગ અને સ્થાનિક ખેડૂત મિત્રોએ રાહતનો શ્વાસ લીધો હતો. છેલ્લા કેટલાંય દિવસથી ખેડૂતો ખેતરમાં જતા પણ ડરતા હતા. જોકે હવે બગસરાના કાગદડી ગામની સીમમાંથી એક માનવભક્ષી દીપડી પાંજરે પૂરાઇ છે. અને દીપડીને વન વિભાગના સેન્ટર ખાતે લઇ જવાઇ છે. […]

Gujarat Others
Untitled 88 બગસરા / કાગદડી ગામમાંથી દીપડી પાંજરે પુરાઈ, સ્થાનીકોમાં હાશકારો

બગસરા ખાતે છેલ્લા કેટલાંય દિવસથી માનવભક્ષી દીપડાનો આતંક વર્તાતો હતો. આજે રાત્રે દીપડી પાંજરે પુરતા વન વિભાગ અને સ્થાનિક ખેડૂત મિત્રોએ રાહતનો શ્વાસ લીધો હતો. છેલ્લા કેટલાંય દિવસથી ખેડૂતો ખેતરમાં જતા પણ ડરતા હતા.

જોકે હવે બગસરાના કાગદડી ગામની સીમમાંથી એક માનવભક્ષી દીપડી પાંજરે પૂરાઇ છે. અને દીપડીને વન વિભાગના સેન્ટર ખાતે લઇ જવાઇ છે. ખૂંખાર દીપડી માનવભક્ષી બની હોવાનું  જાણવા મળ્યું છે. ત્યારે સમગ્ર બગસરામાં આનંદની લાગણી જોવા મળી રહીછે.

હજુ પણ અમરેલી પંથકમાં દીપડાનો આતંક યથાવત છે. અને વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂર્વ અને દેખોત્ય ઠાર મારવાના હુકમો યથાવત છે. દીપડાને પકડવા માટે વન વિભાગ કામ કરી રહ્યું છે. વનવિભાગ દ્વારા દીપડાને પકડવા માટે 200 લોકોની ટીમ કામે લાગી છે અને 8 જેટલા શાર્પ શૂટર પણ સામેલ છે. દીપડાઓને ઝડપી લેવા અને મારવા માટે નાઈટ વિઝન કેમેરા અને ડ્રોન દ્વારા દીપડા પર નજર રાખવામાં આવી રહી છે. માનવભક્ષી દીપડાને પકડવા માટે વનવિભાગે બગસરામાં 30 જેટલા પાંજરા મૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.