વાહ/ રવિન્દ્ર જાડેજાની પત્નીએ તેની દીકરીના જન્મદિવસે એવું કામ કર્યું PM મોદીને રીવાબાને લખવો પડ્યો પત્ર

પોસ્ટ ઓફિસમાં તમે વંચિત બાળકીઓ માટે ૧૦૧ સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલાવ્યા છે. તમારો આ નિર્ણય ખૂબ જ પ્રશંસનીય છે

Gujarat Others Trending
રીવાબા

ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજાએ તેમની દીકરીના જન્મદિવસે અન્ય દીકરીઓના જીવનમાં આજવાળું પાથર્યું છે. અને તેના આ કાર્યની નોંધ લઈને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રીવાબાના વખાણ કર્યા છે.

વધુ વિગત અનુસાર રીવાબાએ જામનગર શહેરની પોસ્ટઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત ૧૦૧ બાળકીઓનાં ખાતાં ખોલાવ્યા છે એ દરેક ખાતામાં એમણે ૧૧-૧૧ હજાર રૂપિયા જમા કર્યાં છે. આ ઉમદા કાર્ય રીવાબાએ તેમની દીકરી નિધ્યાનાં પાંચમા જન્મદિવસ નિમિત્તે કર્યું છે. વડાપ્રધાન મોદીએ જાડેજા દંપતીનાં આ કાર્યની પત્ર લખીને પ્રશંસા કરી શુભેચ્છા પાઠવી છે.

પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું છે કે, ‘પોસ્ટ ઓફિસમાં તમે વંચિત બાળકીઓ માટે ૧૦૧ સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલાવ્યા છે. તમારો આ નિર્ણય ખૂબ જ પ્રશંસનીય છે અને મને એ જાણીને ખૂબ જ આનંદ થયો છે. તમારી પુત્રી નિધ્યાનાનાં પાંચમા જન્મદિવસની ઉજવણી કરવા માટે દરેક ખાતામાં પ્રારંભિક રકમ જમા કરાવવાનું કાર્ય આવકારદાયક અને પ્રેરનારૂપ કર્યું  છે. તમે સમાજનાં ભલા માટે યોગદાન આપ્યું છે. આવા સ્વયંસેવી પ્રયત્નથી સમાજમાં એક સકારાત્મક સંદેશ ફેલાશે થશે અને સૌને એમાંથી પ્રેરણા મળશે.’

આ પણ વાંચો : ભાવનગરનાં મઢડા ગામે ‘રાષ્ટ્રમાતા’નું મંદિર ભક્તો માટે છે બંધ : શું સરકાર સ્વતંત્રતા દિવસે ભારતમાતા મંદિરનાં દરવાજા ખોલશે?