રાજકોટ/ ગુજરાતની પ્રથમ પોર્ટેબલ હેલ્થ કેર હોસ્પિટલ યુનીટ મુખ્યમંત્રી દ્વારા ખુલ્લું મુકાયું

રાજકોટ સિવિલ હોસ્પિટલ પાસે યુધ્ધના ધોરણે કાર્યરત કરવામાં આવેલ 100 બેડના પોર્ટેબલ હેલ્થ કેર યુનિટને રીબીન કાપી ખુલ્લું મૂક્યું હતું.

Gujarat
Untitled 95 2 ગુજરાતની પ્રથમ પોર્ટેબલ હેલ્થ કેર હોસ્પિટલ યુનીટ મુખ્યમંત્રી દ્વારા ખુલ્લું મુકાયું

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે  રાજકોટની મુલાકાતે  હતા  ત્યારે જેમાં તેમણે   રોડ શો માં હાજરી આપી  અનેક  લોકપણના કાર્યકર્મો માં પણ  હાજે આપી હતી ત્યારે  કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ પાસે યુધ્ધના ધોરણે કાર્યરત કરવામાં આવેલ 100 બેડના પોર્ટેબલ હેલ્થ કેર યુનિટને રીબીન કાપી ખુલ્લું મૂક્યું હતું.

આ  પણ  વાંચો:National / પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગની બહેન અંજુ સેહવાગ આમ આદમી પાર્ટીમાં જોડાઈ

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાજકોટ ખાતે સિવિલ હોસ્પિટલ કેમ્પસ પાસે ચૌધરી હાઈસ્કૂલ મેદાનમાં વિશેષરૂપે કાર્યરત કરવામાં આવેલી ઇન્ડો અમેરિકન પોર્ટેબલ હેલ્થ કેર યુનિટ ની જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ અને સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. આર.એસ. ત્રિવેદીએ મુખ્યમંત્રીશ્રી ને માહિતી પુરી પાડતા જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રથમ ફાયર અને વોટરપ્રુફ પોર્ટબેલ હોસ્પિટલમાં ચાર ડોમમાં 16 આઇ.સી.યુ. બેડ, 30 ઓક્સિજનની સુવિધાવાળા બેડ અને 54 જનરલ બેડ નો સમાવેશ થાય છે.

આ પણ  વાંચો;Omicron in India / ભારતમાં ત્રીજી લહેરના સંકેત… Omicron હવે ડેલ્ટા વેરિઅન્ટની જગ્યા લઈ રહ્યો છે……

આ ડોમ યુનિટમાં જેને એમ જી.પી.એસ. સિસ્ટમ અને તમામ એરક્ધડીશન વોર્ડઝ, પી.વી.સી.નું સ્ટ્રક્ચર, રીસેપ્શન અને લોન્જ એરીયા ઉપરાંત 120 કિલોમીટરના પવન સામે ટકી શકે તેવી ફુલપૃફ સીસ્ટમથી સજ્જ કરવામાં આવેલ છે. મુખ્યમંત્રીએ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ સાધન સહાય અને વ્યવસ્થાપનની માહિતી મેળવી હતી અને પ્રસાશન દ્વારા ઉભી કરાયેલી હોસ્પિટલ રૂપી વ્યવસ્થાની સરાહના કરી હતી.