traffic police/ અમદાવાદ સહિત આ શહેરોમાં વધુ ટ્રાફિક નિયમન ભંગના ગુના નોંધાયા

ઉલ્લેખનીય છે કે, કાયદાનું ભાન કરાવવા માટે હજુ પણ વધુ કડક દંડ સાથે આકરી કાર્યવાહી થશે તો ગુજરાતમાં પણ ટ્રાફિક સમસ્યાના નિરાકરણની સાથે સાથે ટ્રાફિક નિયમન અંગે પણ લોકોમાં જાગૃતિ આવશે. અને ગુજરાત પોલીસના ટ્રાફિક વિભાગ દ્વારા આવી જ રીતે જે કામગીરી કરવામાં આવી છે. તેવી જ કામગીરી ટ્રાફિક………

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 02 10T181327.774 અમદાવાદ સહિત આ શહેરોમાં વધુ ટ્રાફિક નિયમન ભંગના ગુના નોંધાયા

Gandhinagar News: ગુજરાત પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનના ભંગ બદલ કરેલી દંડની કાર્યવાહીમાં વર્ષ 2023ના અંતે ₹139 કરોડના ચલણ ફાડી કાયદાનું ભાન નાગરિકોને કરાવ્યું છે. રાજ્યમાં ટ્રાફિક નિયમનો કામ કરતા ટ્રાફિક પોલીસ દ્વારા વર્ષ 20023માં 100 કરોડથી વધુની રકમના ટ્રાફિક ચલણ ફાડ્યું છે. જેમાં સૌથી મોખરે અમદાવાદ શહેર છે. આ ઉપરાંત સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં પણ ટ્રાફિક નિયમનના ભંગમાં પાછળ રહ્યું નથી.

ગુજરાત પોલીસના ટ્રાફિક બ્રિગેડ દ્વારા ચાર શહેરોમાં સૌથી વધુ ચલણની કાર્યવાહી કરી ટ્રાફિક નિયમનનો ભંગ કરનાર વાહન ચાલકો પાસેથી દંડ વસૂલ કરે છે. જોકે, 29 જાન્યુઆરીના ડેટા મુજબ જોઈએ તો ગુજરાત પોલીસના ટ્રાફિક બ્રિગેડે જે કાર્યવાહી કરી હતી તેમાં 10.5 કરોડના દંડ માટે 1.28 લાખ જેટલા ચલણ જનરેટ કર્યા હતા. તો બીજી તરફ ગત વર્ષે અમદાવાદ શહેર સહિત ગુજરાતમાં અંદાજિત 74 હજારથી વધુ ટ્રાફિક નિયમન ભંગના કેસ પણ દાખલ કર્યા હતા. અને દંડ વસૂલ્યો હતો. જ્યારે વર્ષ 2023ના અંતમાં ગુજરાતનાં ટ્રાફિક વિભાગ દ્વારા 139 કરોડ રૂપિયાનાં ચલણ અને દંડની રકમ વસૂલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, કાયદાનું ભાન કરાવવા માટે હજુ પણ વધુ કડક દંડ સાથે આકરી કાર્યવાહી થશે તો ગુજરાતમાં પણ ટ્રાફિક સમસ્યાના નિરાકરણની સાથે સાથે ટ્રાફિક નિયમન અંગે પણ લોકોમાં જાગૃતિ આવશે. અને ગુજરાત પોલીસના ટ્રાફિક વિભાગ દ્વારા આવી જ રીતે જે કામગીરી કરવામાં આવી છે. તેવી જ કામગીરી ટ્રાફિક નિયમન બાબતે કડકાઈથી થશે તો આવનાર સમયમાં ટ્રાફિક નિયમન બાબતે પણ વિદેશ જેવી જ સજાગતા ગુજરાતના નાગરિકોમાં આવશે તેમ લોકો માની રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:માઉન્ટ કાર્મેલ સ્કૂલ મામલે શાળા સંચાલકો સાથે ડીઈઓએ રચેલી કમિટીની બેઠક…

આ પણ વાંચો:નવાઝ શરીફનો સરકાર બનાવવાનો દાવો, જાણો પાક. માટે ભારતનું મહત્વ…

આ પણ વાંચો:રાજકોટ કોર્પોરેટરોની ગ્રાન્ટમાં વધારો, થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ માટે સુવિધાનું આયોજન