Fire/ રાજ્યની કોરોના હોસ્પિટલો બની સ્મશાનગૃહ, 3 મહિનામાં આગની ઘટનામાં 13 દર્દીઓના મોત

ગુજરાતમાં દિવાળી બાદ કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે અને દરરોજ ૧૫૦૦ થી વધુ લોકો મૃત્યુ પામી રહ્યા છે, તો ૧૫ થી વધુ લોકો પોતાના જીવ પણ ગુમાવી રહ્યા છે.

Gujarat Others
a 220 રાજ્યની કોરોના હોસ્પિટલો બની સ્મશાનગૃહ, 3 મહિનામાં આગની ઘટનામાં 13 દર્દીઓના મોત

ગુજરાતમાં દિવાળી બાદ કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે અને દરરોજ 1500 થી વધુ લોકો મૃત્યુ પામી રહ્યા છે, તો ૧૫ થી વધુ લોકો પોતાના જીવ પણ ગુમાવી રહ્યા છે. પરંતુ હવે રાજ્યમાં કોરોનાના દર્દીઓ માટે બનાવવામાં આવેલી કોરોના હોસ્પિટલ હવે જાણે એક પ્રકારે સ્મશાન જ બની ગયા હોય એવું સાબિત થઇ રહ્યું છે. એમાં આજે જ રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા 5 દર્દીના મોત થયા છે. આ સાથે જ કોરોના મહામારીમાં હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનામાં 13 લોકોના મોત થયા છે. Ho

રાજકોટ ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગ લાગતા 5 દર્દી હોમાયા

ગુરુવાર રાત્રે રાજકોટમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના ICU વોર્ડમાં અચાનક જ આગ લાગી હતી, જેમાં 5 દર્દીના મોત થયા હતા. આ હોસ્પિટલમાં 33 દર્દી સારવાર લેતા હતા. ICUમાં મોડી રાત્રે 1 વાગ્યાની આસપાસ અચાનક આગ લાગી હતી, ત્યારબાદ ભારે જહેમતે દર્દીઓને બહાર કાઢયા હતા.

આ પણ વાંચો : રાજકોટ હોસ્પિટલની ઘટના અત્યંત પીડાદાયક : PM મોદી

અમદાવાદની શ્રેય કોરોના હોસ્પિટલમાં આગથી 8 દર્દીઓના થયા હતા મોત

આ જ પ્રકારે અંદાજે ૩ મહિના અગાઉ જ અમદાવાદના નવરંગપુરામાં આવેલી શ્રેય હોસ્પિટલના ICUમાં આગ લાગતા 8 દર્દીના મોત થયા હતા. જે લોકોના મોત થયા તે તમામ કોરોના ગ્રસ્ત હતા અને સારવાર કરાવતા હતા. આ ઘટનામાં 25 દર્દીઓને સલામત રીતે ફાયરબ્રિગેડની ટીમ દ્વારા અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ દૂર્ઘટનામાં 5 પુરૂષ અને 3 મહિલાઓના મોત થયા હતા.

આ પણ વાંચો : રાજકોટની કોવિડ હોસ્પિટલ બની સ્મશાન, CM રૂપાણીએ મૃતકો માટે કરી સહાયની જાહેરાત

વડોદરાની સૌથી મોટી SSG હોસ્પિટલમાં બન્યો હતો આગનો બનાવ

અમદાવાદ પછીથી વડોદરાની SSG હોસ્પિટલમાં પણ  આગ લાગી હતી. સયાજી હોસ્પિટલ કોવિડ વોર્ડમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ હોસ્પિટલમાં 150થી વધુ દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. શોર્ટ સર્કિટથી આગ લાગતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ઇમરજન્સી વોર્ડની બહાર એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટરની લાંબી લાઇનો જોવા મળી હતી. જોકે, સમયસર દર્દીઓને બહાર કાઢવામાં આવતા કોઇ મોટી જાનહાની થઇ નહતી.

આ પણ વાંચો : રાજકોટ આગની દુર્ઘટનાનો દોષનો ટોપલો મેયરે કુદરત પર ઢોળ્યો, જાણો શું કહ્યું ?

જામનગરની જીજી હોસ્પિટલમાં પણ લાગી હતી આગ

જામનગરની જીજી હોસ્પિટલમાં ICUની બાજુમાં ઇકો કાર્ડિયોગ્રામ રૂમમાં આગ લાગી હતી. આગને કારણે ઇકો મશીન બળી ગયુ હતું. આગ લાગતા સારવાર લઇ રહેલા દર્દીઓને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા અને આખો રૂમ બળીને ખાખ થઇ ગયો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…