#gujarat/ SoUમાં લેસર શો અને નર્મદા મહા આરતીના સમયમાં ફેરફાર, પ્રવાસીઓ રાખે નોંધ

સ્ટેચ્યુ ઑફ યુનિટી ઓથોરિટી અને શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા સંયુકતપણે એક નિર્ણય લઇને અત્રે આવનાર પ્રવાસીઓ પ્રોજેક્શન મેપિંગ શૉ અને નર્મદા મહાઆરતીનો લાભ લઈ શકે માટે લેવાયો નિર્ણય.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 04 13T161113.959 SoUમાં લેસર શો અને નર્મદા મહા આરતીના સમયમાં ફેરફાર, પ્રવાસીઓ રાખે નોંધ

SoU: સ્ટેચ્યુ ઑફ યુનિટી ઓથોરિટી અને શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા સંયુકતપણે એક નિર્ણય લઇને અત્રે આવનાર પ્રવાસીઓ પ્રોજેક્શન મેપિંગ શૉ અને નર્મદા મહાઆરતીનો લાભ લઇ શકે એ માટે તા. ૧૩/૦૪/૨૦૨૪ના રોજથી સાંજના ૦૭ઃ૧૫ કલાકના બદલે ૦૭ઃ૩૦ કલાકથી લેસર શૉ (પ્રોજેક્શન મેપિંગ શૉ) શરૂ કરવામાં આવશે. તે જ પ્રમાણે નર્મદા મહાઆરતી 8.00 કલાકના બદલે સાંજે 8.15 કલાકથી શરૂ થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે,SoUમાં લેસર શૉ માટેની લાઈટ દુનિયાની અત્યાધુનિક ટેકનોલોજી ધરાવે છે. લેસર શૉ (પ્રોજેક્શન મેપિંગ શૉ) જ્યારે સંપૂર્ણ અંધારું હોય ત્યારે વધુ સારી રીતે જોઈ શકાય તેમ હોઇ SoU સત્તામંડળના ચેરમેનશ્રી મુકેશ પુરી અને મુખ્ય કારોબારી અધિકારીશ્રી ઉદિત અગ્રવાલ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવનાર પ્રવાસીઓના લાભાર્થે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ અંગે SoU સત્તામંડળ ના અધિક કલેકટર શ્રી ગોપાલ બામણીયાએ જણાવ્યું હતું કે, પ્રવાસીઓ બંને સ્થળોએ લાભ લઇ શકે એ માટે નિઃશુલ્ક ધોરણે બસ સુવિધા તમામ માટે ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે,પ્રવાસીઓ મહાઆરતીમાં પણ ભાગ લઈ શકે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલની બરાબર બાજુમાં આવેલ બસ સ્ટેશન ખાતેથી નર્મદા મહાઆરતી સ્થળે પહોંચવા માટે પ્લેટફોર્મ નં -૫ અને ૬ થી બસ સેવા નિઃશુલ્ક ધોરણે ઉપલબ્ધ થશે અને મહાઆરતી પૂર્ણ થતા વિવિધ પાર્કિંગ સ્થળે જવા માટે પણ બસ સુવિધા પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરવા સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઑફ યુનિટી ઓથોરિટી અને શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા પ્રવાસીઓને ઉપરોકત સેવા અને આકર્ષણનો લાભ લેવા માટે જાહેર અપીલ કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઇ-કોમર્સ વેબસાઈટમાં બોર્નવિટા જેવા તમામ પીણાં ‘હેલ્થ ડ્રિંક્સ’ શ્રેણીમાંથી દૂર કરવા સરકારે જારી કરી એડવાઈઝરી

આ પણ વાંચો: ભારતમાં આરોગ્યની સ્થિતિ સુધારવા યોગ્ય વિશ્લેષણ અને પગલા લેવા જરૂરી: લેન્સેટ

આ પણ વાંચો: રાજનાથ છત્તીસગઢમાં અને રાહુલ બસ્તરમાં કરશે ચૂંટણી સભા

આ પણ વાંચો: આજે પીએમ મોદીના જવાબમાં ઉત્તરાખંડમાં પ્રિયંકા ગાંધીની રેલી