Not Set/ ગ્રામ પંચાયતની ચૂંટણી મામલે GPSC વર્ગ-01 અને વર્ગ-02ની પરિક્ષા પાછી ઠેલવાનો નિર્ણય

સોમવારે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી ગ્રામ પંચાયતની ચૂંટણી મામલે હવે GPSC વર્ગ-01 અને વર્ગ-02ની પરિક્ષા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશને પાછી ઠેલવાનો નિર્ણય કર્યો છે.

Top Stories Gujarat
GPSC

સોમવારે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી ગ્રામ પંચાયતની ચૂંટણી મામલે હવે GPSC વર્ગ-01 અને વર્ગ-02ની પરિક્ષા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશને પાછી ઠેલવાનો નિર્ણય કર્યો છે.

GPSC દ્વારા 19મી ડિસેમ્બરના રોજ પરિક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ તે દિવસે ગ્રામ પંચાયતની ચૂંટણી હોવાથી તેના બદલે 26 મી ડિસેમ્બરના રોજ પરિક્ષા લેવાશે. આ અંગે GPSC ના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યું છે અને GPSC ના ચેરમેન દિનેશભાઈ દાસાએ પણ ટ્વીટ કરીને માહિતી શેર કરી છે. અને આ અંગે પરિપત્ર પણ બહાર પાડી વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવી છે.

 

આ મુદ્દે સોમવારે GPSC  ચેરમેન  દિનેશ દાસા એ ટ્વીટ કરીને આડકતરો ઈશારો આપ્યો હતો અને લખ્યું હતું કે, અને સૌને જણાવવાનું કે ૧૯ ડીસેમ્બરના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ છે તેના સમાચાર અમોને પણ મળ્યા છે. યોગ્ય તે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પોતાના વાંચનકાર્યનો કીમતી અને પવિત્ર સમય GPSCને ટ્વીટ દ્વારા જાણ કરવામાં ન વેડફાય તો સારૂ. ૧૨ ડીસેમ્બરનું મુહૂર્ત સાચવવામાં…

નોંધનીય છે કે, GPSC દ્વારા હાલ નાયબ કલેક્ટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ 15, નાયબ પોલીસ અધિક્ષકની કુલ 08, જિલ્લા/નાયબ રજીસ્ટ્રારની કુલ 01, સહાયક રાજ્ય વેરા કમિશનરની કુલ 48, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ)ની કુલ 01 એમ સંયુક્ત રીતે વર્ગ-1ની કુલ 73 જગ્યાઓ તથા મામલતદારની કુલ 12, તાલુકા વિકાસ અધિકારીની 10, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની 10, સમાજ કલ્યાણ અધિકારી (અનુ. જાતિ કલ્યાણ)ની 01, સરકારી શ્રમ અધિકારીની 02, રાજ્ય વેરા અધિકારીની 75 એમ સંયુક્ત રીતે વર્ગ-2 ની કુલ 110 જગ્યાઓ થઈને કલાસ 1 અને 2ની સંકલિત કુલ 183 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી.