Not Set/ દક્ષિણ પશ્ચિમના પાંચ રાજ્યોમાં વરસાદનો આતંક યથાવત : કેરળના કોચિ એરપોર્ટથી ફ્લાઇટ્સ શરૂ

દેશના દક્ષિણ અને પશ્ચિમના પાંચ રાજ્યોમાં વરસાદે કાળો કહેર મચાવ્યો છે. કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને ગુજરાતમાં છેલ્લા ચાર દિવસમાં 136 લોકોનાં મોત નીપજ્યાં છે. સૌથી વધુ ખરાબ હાલત કેરળમાં છે જ્યાં 60 લોકોનાં મોત નીપજ્યાં છે અને આશરે 1.65 લાખ લોકોને રાહત શિબિરમાં ખસેડવામાં આવ્યા છે. આ જોતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કર્ણાટક અને […]

Top Stories India
flood1 દક્ષિણ પશ્ચિમના પાંચ રાજ્યોમાં વરસાદનો આતંક યથાવત : કેરળના કોચિ એરપોર્ટથી ફ્લાઇટ્સ શરૂ

દેશના દક્ષિણ અને પશ્ચિમના પાંચ રાજ્યોમાં વરસાદે કાળો કહેર મચાવ્યો છે. કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને ગુજરાતમાં છેલ્લા ચાર દિવસમાં 136 લોકોનાં મોત નીપજ્યાં છે. સૌથી વધુ ખરાબ હાલત કેરળમાં છે જ્યાં 60 લોકોનાં મોત નીપજ્યાં છે અને આશરે 1.65 લાખ લોકોને રાહત શિબિરમાં ખસેડવામાં આવ્યા છે. આ જોતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કર્ણાટક અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે કેરળ જઈ રહ્યા છે. તે જ સમયે, કેરળના કોચિ આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી ફ્લાઇટ્સનું સંચાલન શરૂ થઈ ગયું છે.

cochi દક્ષિણ પશ્ચિમના પાંચ રાજ્યોમાં વરસાદનો આતંક યથાવત : કેરળના કોચિ એરપોર્ટથી ફ્લાઇટ્સ શરૂ

આર્મી, એનડીઆરએફ અને એરફોર્સની ટીમો બચાવ કાર્યમાં લાગી છે. હવામાન વિભાગે  વાયનાડ, કન્નુર અને કાસારગોદમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગયા વર્ષે કેરળમાં આવેલા પૂરમાં 400 લોકોનાં મોત થયાં હતાં અને લાખો લોકો બેઘર થઈ ગયાં હતાં. કર્ણાટકમાં પણ મૃત્યુઆંક 24 પર પહોંચી ગયો છે.

flood2 દક્ષિણ પશ્ચિમના પાંચ રાજ્યોમાં વરસાદનો આતંક યથાવત : કેરળના કોચિ એરપોર્ટથી ફ્લાઇટ્સ શરૂ

દક્ષીણ  રેલ્વેએ પૂર પીડિતોને સહાય માટે એર્નાકુલમ-ચેન્નાઈ, ચેન્નાઈ-કોલ્લમ અને બેંગ્લોર-કોલ્લમ માટે વિશેષ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે. રવિવારે બપોરે 12 વાગ્યાથી કોચી એરપોર્ટનું સંચાલન પણ શરૂ થઇ ચુક્યું છે. આ ઉપરાંત ગુજરાતમાં પણ 19 લોકોનાં મોત નીપજ્યાં છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કર્ણાટકના પૂરગ્રસ્ત બેલાગવી ક્ષેત્રનું હવાઈ નિરીક્ષણ કરશે. અધિકારીઓએ કહ્યું કે ગૃહ પ્રધાન બેલાગવી જિલ્લામાં પૂરની પરિસ્થિતિનું આકલન કરશે. એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, કર્ણાટક સરકારે શનિવારે 17 જિલ્લામાં 80 તાલુકાઓને પૂરગ્રસ્ત જાહેર કર્યા હતા.

આ નિર્ણય જાનમાલ અને સંપત્તિના નુકસાન, પશુઓનો મૃત્યુ આંક  અને મોટી સંખ્યામાં પાકના નુકસાનની સમીક્ષા કર્યા પછી જાહેર કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે પૂરથી પ્રભાવિત તાલુકાઓ બેલાગવી, બગલકોટ, રાયચુર, કલબુર્ગી, યાદગીર, વિજયપુરા, ગડાગ, હવેરી, ધારવાડ, શિવમોગા, ચિકમગાલુર, કોડાગુ, દક્ષિણ કન્નડ ઉદૂપી, ઉત્તરા કન્નડ અને મૈસુરમાં છેflood દક્ષિણ પશ્ચિમના પાંચ રાજ્યોમાં વરસાદનો આતંક યથાવત : કેરળના કોચિ એરપોર્ટથી ફ્લાઇટ્સ શરૂ.

કર્ણાટક નેવલ રિજનના રીઅર એડમિરલ મહેશસિંહે કહ્યું કે નેવીએ આઠ રાહત ટીમો અને બે હેલિકોપ્ટર બેલાગવી અને ઉત્તરા કન્નડ જિલ્લામાં મોકલ્યા છે. ટીમોએ અત્યાર સુધીમાં લગભગ 2200 લોકોને બચાવ્યા છે. તેમણે કહ્યું કે ગઈકાલ કરતા પણ પાણી અત્યારે ઉતરી રહ્યું છે.

.flood3 દક્ષિણ પશ્ચિમના પાંચ રાજ્યોમાં વરસાદનો આતંક યથાવત : કેરળના કોચિ એરપોર્ટથી ફ્લાઇટ્સ શરૂ

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.