Femina Miss India 2022/ કર્ણાટકની સિની શેટ્ટીએ ફેમિના મિસ ઈન્ડિયા વર્લ્ડનો ખિતાબ જીત્યો

રવિવારે VLCC ફેમિના મિસ ઈન્ડિયાના ગ્રાન્ડ ફિનાલેમાં કર્ણાટકની સિની શેટ્ટીને ફેમિના મિસ ઈન્ડિયા વર્લ્ડ-2022ની વિજેતા જાહેર કરવામાં આવી હતી.

Top Stories India
satty

રવિવારે VLCC ફેમિના મિસ ઈન્ડિયાના ગ્રાન્ડ ફિનાલેમાં કર્ણાટકની સિની શેટ્ટીને ફેમિના મિસ ઈન્ડિયા વર્લ્ડ-2022ની વિજેતા જાહેર કરવામાં આવી હતી. રાજસ્થાનની રૂબલ શેખાવત ફેમિના મિસ ઈન્ડિયા-2022ની ‘ફર્સ્ટ રનર-અપ’ રહી હતી અને જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત સમારોહમાં ઉત્તર પ્રદેશની શિનાતા ચૌહાણને ‘સેકન્ડ રનર-અપ’ તરીકે જાહેર કરવામાં આવી હતી. પસંદગી મંડળમાં અભિનેત્રી નેહા ધૂપિયા અને મલાઈકા અરોરા, ડીનો મોરિયા, ભૂતપૂર્વ ક્રિકેટર મિતાલી રાજ, ડિઝાઇનર રોહિત ગાંધી અને રાહુલ ખન્ના, કોરિયોગ્રાફર શ્યામક દાવરનો સમાવેશ થાય છે.

Instagram will load in the frontend.

જણાવી દઈએ કે આ સ્પર્ધા વર્ચ્યુઅલ ઓડિશન દ્વારા શરૂ કરવામાં આવી હતી. દેશના ખૂણે ખૂણેથી પ્રતિભાઓએ ભાગ લીધો અને સમગ્ર પ્રક્રિયા દ્વારા 31 રાજ્યોમાંથી વિજેતાઓની શોર્ટલિસ્ટિંગ સાથે શોધ પૂર્ણ થઈ.

આયોજકો દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ- આ શોર્ટલિસ્ટેડ ફાઇનલિસ્ટ્સ મુંબઈ પહોંચ્યા અને ફેમિના મિસ ઈન્ડિયા વર્લ્ડ 2022 માટે સ્પર્ધા કરવા માટે ટ્રેનિંગ અને ગ્રૂમિંગ સેશનમાં ભાગ લીધો.

ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા નેહા ધૂપિયાએ કહ્યું કે ફેમિના મિસ ઈન્ડિયાની આ સ્પર્ધામાં મારા અનુભવની યાદો અમૂલ્ય છે. ઉત્સાહ અને સંભાવનાઓથી ભરેલી આ યુવાન અને ગ્લેમરસ છોકરીઓ સાથેની મારી સફર દરેક ક્ષણને ફરી જીવંત કરવા જેવી છે.

કૃતિ સેનન, લોરેન ગોટલીબ અને એશ ચાંડલરે આ સ્ટાર-સ્ટડેડ સાંજે પરફોર્મ કર્યું હતું.  આ શોને મનીષ પોલે હોસ્ટ કર્યો હતો.