Uttarkashi tunnel/ ઉત્તરકાશી સુરંગમાં બચાવકાર્યના હીરોનું કરાયું સન્માન, ‘એક નહિ બે દેશ તમારા ઋણી’

ઓસ્ટ્રેલિયન પીએમએ શ્રમિકોને બચાવવા બદલ ડિક્સના કામની પ્રશંસા કરતા કહ્યું કે ભારતવાસીઓની જેમ તમે પણ અમારા હીરો છો. સંસદમાં ડિક્સનું સન્માન કરતાં જણાવ્યું કે સરુંગમાં ફસાયેલા 41 શ્રમિકો માટે તમે દેવદૂત સમાન હતા.

Top Stories World
મૃત્યુદરમાં થશે ઘટાડો 40 ઉત્તરકાશી સુરંગમાં બચાવકાર્યના હીરોનું કરાયું સન્માન, ‘એક નહિ બે દેશ તમારા ઋણી’

ઉત્તરકાશી સુરંગમાં 41 મજૂરો 17 દિવસ બાદ સલામત રીતે બહાર નીકળ્યા. સુરંગમાં  (Uttarkashi tunnel) ફસાયેલા શ્રમિકોને બચાવનાર હીરો આર્નોલ્ડ ડિક્સનું ઓસ્ટ્રેલિયાની સંસદમાં સન્માન કરવામાં આવ્યું. આર્નોલ્ડ ડિક્સ ઓસ્ટ્રેલિયાના પ્રોફેસર છે. ઓસ્ટ્રેલિયાની સંસદમાં ઉત્તરકાશી ટનલમાંથી શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ડિક્સનું બચાવકાર્યમાં શ્રેષ્ઠ યોગદાન બદલ સંસદમાં સન્માન કરવામાં આવ્યું. ઓસ્ટ્રેલિયાના પીએમએ ડિક્સના વખાણ કરતાં કહ્યું કે એક નહીં પરંતુ બે દેશ તમારા ઋણી છે એક ભારત અને બીજું ઓસ્ટ્રેલિયા. આર્નોલ્ડ ડિક્સે તેમના કામ માટે વિશ્વભરમાં ઓળખ મેળવી છે.

બચાવકાર્યના હિરોનું કરાયું સન્માન

ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનિસે સંસદમાં ડિક્સનું સન્માન કરતાં જણાવ્યું કે સરુંગમાં ફસાયેલા 41 શ્રમિકો માટે તમે દેવદૂત સમાન હતા. આ કામદારો અનેક દિવસો સુધી Uttarkashi tunnelમાં ફસાયા હતા. તેમને બચાવવા પ્રોફેસર ડિક્સે ફક્ત બૌદ્ધિક રીતે ના વિચારતા દિલથી વિચારી દિવસ-રાત મહેનત કરી બચાવકાર્યમાં સામેલ થયા હતા. અંતે ડિકસના પ્રયાસને સફળતા મળી અને કામદારો સુરક્ષિત રીતે બહાર નીકળ્યા. તેણે જે રીતે ખૂબ જ મુશ્કેલ ઓપરેશન હાથ ધર્યું અને આ લોકોને બચાવ્યા અને તેમને તેમના પરિવારો સાથે પુનઃમિલન કરાવ્યું તે અદભૂત અને સુખદ બાબત છે. આ એક મોટી સિદ્ધિ કહી શકાય. કેમકે તેઓએ 41 લોકોના જીવન ઉપરાંત 41 પરિવારને પણ નવું જીવન આપ્યું છે. સમગ્ર ઓસ્ટ્રેલિયા તેમના કામથી ખુશ છે. ઓસ્ટ્રેલિયન પીએમએ શ્રમિકોને બચાવવા બદલ ડિક્સના કામની પ્રશંસા કરતા કહ્યું કે ભારતવાસીઓની જેમ તમે પણ અમારા હીરો છો.

સુરંગમાં ફસાયા શ્રમિકો

12 નવેમ્બરના રોજ ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં માટી ધસી પડતાં 41 મજૂરો સુરંગમાં ફસાઈ ગયા હતા. ત્યારે દેશમાં દિવાળી તહેવારનો માહોલ હતો. સિલકયારા ટનલમાં ફસાયેલા મજૂરોને બચાવવા વહીવટીતંત્ર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા હતા. તેમને બ્લોઅર દ્વારા ઓક્સિજન આપવા તેમજ મેડિકલ ટીમના સૂચન મુજબ ખોરાક આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. કામદારોને બહાર કાઢવા અનેક પદ્ધતિનો ઉપયોગ કરાયો છેવટે સફળતા ના મળતા ઓગર મશીન મંગાવવામાં આવ્યું. તેમજ અંતે પ્રતિબંધિત એવી રેટ માઈનર્સ પદ્ધતિનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Capture 3 ઉત્તરકાશી સુરંગમાં બચાવકાર્યના હીરોનું કરાયું સન્માન, ‘એક નહિ બે દેશ તમારા ઋણી’

ડિક્સ આવ્યા મદદે

Uttarkashi tunnelમાં ફસાયેલા મજૂરોને બચાવવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આ બધાની વચ્ચે ઓસ્ટ્રેલિયાના આર્નોલ્ડ ડિક્સ આ બચાવ અભિયાનના હીરો તરીકે ઉભરી આવ્યા. આર્નોલ્ડે આ કામદારોના જીવ બચાવવા માટે દિવસ-રાત કામ કર્યું. ઉત્તરાખંડમાં શરૂઆતના આઠ દિવસ સુધી કોઈ રસ્તો ન દેખાતાં તેમને 20મી નવેમ્બરે બોલાવવામાં આવ્યો. સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ તેમણે ખાતરી આપી હતી કે કામદારોને બચાવી લેવામાં આવશે. જે તેમણે કરીને દર્શાવ્યું પણ હતું. જેના માટે માત્ર ભારતમાં જ નહીં પરંતુ ઓસ્ટ્રેલિયાએ પણ તેમને સંસદમાં સન્માનિત કર્યા છે.

કોણ છે ડિક્સ

ટનલ નિષ્ણાત આર્નોલ્ડ ડિક્સ ઓસ્ટ્રેલિયાના નાગરિક છે. પ્રોફેસર ડિક્સ ભૂસ્તરશાસ્ત્રી તેમજ પ્રોફેસર અને વકીલ છે. તેઓ લગભગ 30 વર્ષથી આ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. ડિક્સ સ્વિટ્ઝર્લેન્ડના ઇન્ટરનેશનલ ટનલિંગ અને અંડરગ્રાઉન્ડ સ્પેસ એસોસિએશનના ચીફ પણ છે. તેમણે મોનાશ યુનિવર્સિટી, મેલબોર્નમાંથી વિજ્ઞાન અને કાયદાનો અભ્યાસ કર્યો. ભૂગર્ભ નિર્માણ કાર્યની સલામતી અને અન્ય પાસાઓની દેખરેખ રાખવા માટે તેને સમગ્ર વિશ્વમાંથી બોલાવવામાં આવે છે.

12 નવેમ્બરે ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં યમુનોત્રી હાઈવે પર બનેલી ટનલમાં માટી ધસી પડતાં 41 મજૂરો ફસાઈ ગયા હતા. 17 દિવસ સુધી ચાલેલા લાંબા ઓપરેશન બાદ તમામ કામદારોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ બચાવ કામગીરીમાં ટનલ નિષ્ણાત ડિક્સ હીરો બન્યા છે. રેસ્કુય ઓપરેશન સફળતા રીતે પૂર્ણ થતા  ડિક્સે સમગ્ર ટીમના પણ વખાણ કર્યા હતા.


આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :