Not Set/ #Temples_of_Ravan : ભારતમાં આ જ્ગ્યાએ કરવામાં આવે છે આસુરી શક્તિ રાવણની પૂજા

ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં રાવણ દહન કરવામાં આવતું નથી, પરંતુ તેની પૂજા કરવામાં આવે છે. આમાંની કેટલીક જગ્યાઓ એવી છે કે રહેવાસીઓ રાવણને તેમનો સબંધી પણ માને છે અને તેથી તેઓ રાવણને સળગાવવાની જગ્યાએ પૂજા કરે છે. કેટલાક લોકોમાં તેની સમજશક્તિને કારણે રાવણની પૂજા પણ કરવામાં આવે છે. ચાલો આપણે જાણીએ આવા કેટલાક […]

Top Stories Navratri 2022
aaaaaaaa 3 #Temples_of_Ravan : ભારતમાં આ જ્ગ્યાએ કરવામાં આવે છે આસુરી શક્તિ રાવણની પૂજા

ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં રાવણ દહન કરવામાં આવતું નથી, પરંતુ તેની પૂજા કરવામાં આવે છે. આમાંની કેટલીક જગ્યાઓ એવી છે કે રહેવાસીઓ રાવણને તેમનો સબંધી પણ માને છે અને તેથી તેઓ રાવણને સળગાવવાની જગ્યાએ પૂજા કરે છે. કેટલાક લોકોમાં તેની સમજશક્તિને કારણે રાવણની પૂજા પણ કરવામાં આવે છે. ચાલો આપણે જાણીએ આવા કેટલાક સ્થળો વિશે જ્યાં રાવણની પૂજા કરવામાં આવે છે અને રાવણની સાથેના તેના સંબંધોની દંતકથાઓ જાણીએ.

ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશમાં બિસરખ નામના ગામે રાવણની પૂજા કરવામાં આવે છે. આ ગામ રાવણનું મોસાળ માનવામાં આવે છે. રાવણનાં પિતા વિશ્વેશરાનાં કારણે આ ગામનું નામ બિસરખ પડ્યું.

 જોધપુર

જોધપુર શહેરમાં લંકાધિપતિ રાવણનું મંદિર છે. અહિયાં દવે, ગોધા અને શ્રીમાળી સમાજના લોકો રાવણની પૂજા કરે છે. આ લોકો માને છે કે જોધપુર રાવણનું સસરા હતું, કેટલાક માને છે કે રાવણના વધ પછી રાવણના વંશજો અહીં સ્થાયી થયા હતા. આ લોકો પોતાને રાવણના વંશજ માને છે.

મધ્ય પ્રદેશ

મધ્ય પ્રદેશમાં મંદસૌર ખાતે રાવણની પૂજા કરવામાં આવે છે. મંદસૌરનું જૂનુ નામ દશપુર હતું. અહીં રાવણની પત્ની મંદોદરીનું માવતર હતું. તેથી આ સ્થળનું નામ મંદસૌર પડ્યુ. મંદસૌર રાવણનું સાસરૂ હોવાનાં કારણે અહીં રાવણનું દહન નથી કરવામાં આવતુ, પણ પૂજા કરવામાં આવે છે.

ઉજ્જૈન

ઉજ્જૈન જિલ્લાના ચીખલી ગામમાં એવું માનવામાં આવે છે કે જો રાવણની પૂજા કરવામાં નહીં આવે તો આખું ગામ બળીને ખાખ થઈ જશે. તેથી જ આ ગામમાં રાવણ દહન કરવામાં આવતું નથી, પરંતુ રાવણની પૂજા દશેરા પર કરવામાં આવે છે. ગામમાં જ રાવણની વિશાળ પ્રતિમા સ્થાપિત છે.

મંડોર

રાવણની પત્ની મંદોદરીનાં માવતર તરીકે વિખ્યાત મંડોરને રાવણનું સાસરૂ માનવામાં આવે છે.મંડોરામાં આજે પણ  રાવણ અને મંદોદરીની ચંવરી (ચોરી) મોજૂદ છે કે જ્યાં તેમણે ફેરા લીધા હતાં. અહીં રાવણ અને મંદોદરીની પૂજા થાય છે.

આંધ્રપ્રદેશ

કથાઓ અનુસાર, રાવણે આંધ્રપ્રદેશના કાકીનાડમાં શિવલિંગની સ્થાપના કરી હતી. આ શિવલિંગની નજીક રાવણની મૂર્તિ પણ સ્થિત છે. અહીં માછીમારો સમુદાય દ્વારા શિવ અને રાવણ બંનેની પૂજા કરવામાં આવે છે. રાવણને લંકાનો રાજા માનવામાં આવે છે અને શ્રીલંકામાં એવું કહેવામાં આવે છે કે રાજા વલગમ્બાંએ ઇલા ખીણમાં રાવણના નામે એક ગુફા મંદિર બનાવ્યું હતું.

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર અમરાવતીમાં ગઢચિરૌલી ખાતે અહીંનાં આદિવાસી લોકો દશેરનાં દિવસે રાવણની પૂજા કરે છે. આ આદિવાસી સમુદાય રાવણને પોતાનો દેવતા માને છે.

ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશનાં જસવંતનગર ખાતે દશેરનાં દિવસે રાવણની પૂજા કરવામાં આવે છે. તે પછી રાવણનાં ટુકડાં કરી દેવામાં આવે છે અને તેરમા દિવસે રાવણનું તેરમું પણ કરવામાં આવે છે.

હિમાચલ પ્રદેશ

હિમાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશમાં કાંગડા જિલ્લામાં રાવણની પૂજા કરવામાં આવે છે. હકીકતમાં રાવણે અહીં ભગવાન શિવની ઘોર તપસ્યા કરી હતી અને તેને ભગવાન ભોળાનાથે મોક્ષનું વરદાન આપ્યુ હતુ. આ જ કારણે અહીંનાં લોકો રાવણના પૂતળાનું દહન નથી કરતાં. મંડોર, જોધપુર, રાજસ્થાન રાવણની પત્ની મંદોદરીનાં માવતર તરીકે વિખ્યાત મંડોરને રાવણનું સાસરૂ માનવામાં આવે છે.

બૈજનાથ

બૈજનાથમાં બિનવા બ્રિજ પાસે રાવણનું મંદિર છે, જેમાં શિવલિંગની નજીક એક વિશાળ પગનું નિશાન છે એવું માનવામાં આવે છે કે રાવણે આ સ્થાન પર એક પગ પર ઉભા રહીને તપશ્ચર્યા કરી હતી. આ પછી, શિવ મંદિરના પૂર્વ દરવાજામાં ખોદકામ દરમિયાન એક હવન કુંડ પણ મળી આવ્યો હતો. આ કુંડમાં રાવણે હવન કર્યું અને તેના નવ માથા અર્પણ કર્યા.

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

Navratri Web Banner 728 x 90 #Temples_of_Ravan : ભારતમાં આ જ્ગ્યાએ કરવામાં આવે છે આસુરી શક્તિ રાવણની પૂજા