Not Set/ અમદાવાદમાંથી ઈંડા-નોનવેજની લારીઓ હટાવવા ટાઉનપ્લાનિંગ કમિટીનો નિર્ણય

સોમવારે  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉનપ્લાનિંગ કમિટીએ અમદાવાદમાંથી ઈંડા નોનવેજની લારીઓ હટાવવાનો નિર્ણય કર્યો છે. જાહેરમાં લાયસન્સ વગર ઈંડા કે નોનવેજ વેચનાર લારીઓને જપ્ત કરી અને કડક કાર્યવાહી કરવામાં આવશે.

Top Stories Gujarat
ઈંડાની લારીઓ

વડોદરા, રાજકોટ, જુનાગઢ, ભાવનગર, સુરત, જામનગર અને દ્વારકા ઈંડા અને નોનવેજની લારીઓ રસ્તાઓ પરથી હટાવવાના નિર્ણય બાદ સોમવારે  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉનપ્લાનિંગ કમિટીએ અમદાવાદમાંથી લારીઓ હટાવવાનો નિર્ણય કર્યો છે. જાહેરમાં લાયસન્સ વગર ઈંડા કે નોનવેજ વેચનાર લારીઓને જપ્ત કરી અને કડક કાર્યવાહી કરવામાં આવશે. જાહેરમાં નોનવેજ લાયસન્સ વગર વેચી ન શકાય જેથી તેઓ સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, અમદાવાદ શહેરમાં હવે દરેક વિસ્તારમાં જાહેરમાં ઈંડા-નોનવેજની લારીઓથી માંડી અને ફૂડ સ્ટોલ ઠેર ઠેર ઉભા થઇ ગયા છે. સાંજના સમયે મોટાભાગના વિસ્તારોમાં ઇંડાની લારીઓની લાઈનો લાગતી અમદાવાદમાં જોવા માટે મળતી હોય છે. લારીઓમાં ખુલ્લેઆમ ચિકન, મટન, માંસ અને મચ્છી તળેલી મુકવામાં આવે છે. સાંજે રોડ પરથી પસાર થતા ઘણા લોકોને નાક બંધ કરવું પડે તેવી ગંધ આવતી હોય છે. અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં જાહેરમાં લારીઓ પર નોનવેજ ખુલ્લામાં વેચાતું હોય જોવા માટે મળતું હોય છે.

આ મુદ્દે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું અને કહ્યું હતું કે, નોનવેજ કે વેજ તમામ લારીના દબાણ હટવા જોઇએ. ફૂટપાથ પર ધંધો કરવાનો કોઇને અધિકાર નથી. અને રોડ  પર લારીનું દબાણ એ લેન્ડ ગ્રેબિંગ સમાન છે. તેઓએ કહ્યું કે લારીઓના ધુમાડાથી લોકોને નુકસાન થાય છે.