Not Set/ ખંભાતમાં થયેલ હિંસાને લઈ આવ્યા મોટા સમાચાર, 3 મૌલવીએ રચ્યું હતું કાવતરૂં

શોભાયાત્રાની મંજૂરી મળી તે દિવસે આ ષડયંત્ર રચવામાં આવ્યું હતુ અને આ માટે ખંભાતની બહારથી લોકો બોલાવવામાં આવ્યા હતા. આ ષડયંત્રમાં શામેલ તમામ લોકોએ પાંચ-પાંચ લોકોને બોલાવ્યા હતા.

Top Stories
શોભાયાત્રા

હાલમાં જ થોડાક દિવસ પહેલા દેશભરમાં રામનવમીનો પાવન પર્વ ધામધૂમથી મનાવવામાં આવ્યો હતો અને આ પવિત્ર દિવસે શોભાયાત્રા સહિતના અનેક આયોજનો રામભક્તો દ્વારા કરવામાં આવ્યા હતા.જો કે બીજી બાજુ આ જ દિવસે રાજ્યમાં ખંભાતમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કેટલાક અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યો હતો અને શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.હકીકતમાં રામનવમી પર ખંભાતમાં થયેલા તોફાનો એક ષડયંત્ર હોવાનું સામે આવ્યું છે અને ગુજરાત પોલીસે આ મોટો ખુલાસો થયો છે.

આ મામલે મળતી માહિતી મુજબ, જે દિવસ શોભાયાત્રાની મંજૂરી મળી તે દિવસે આ ષડયંત્ર રચવામાં આવ્યું હતુ અને આ માટે ખંભાતની બહારથી લોકો બોલાવવામાં આવ્યા હતા. આ ષડયંત્રમાં શામેલ તમામ લોકોએ પાંચ-પાંચ લોકોને બોલાવ્યા હતા. શોભાયાત્રાના આગળના દિવસે તમામ લોકો પહોંચી ગયા હતા. સાથે જ પથ્થર અને અન્ય સામાન ભેગો કરવામાં આવ્યો હતો. મસ્જિદની પાસે જ્યારે શોભાયાત્રા નિકળી ત્યારે જ પથ્થરમારો કરવાનું સૌને સમજાવવામાં આવ્યું હતું. જેના પર અમલ પણ કરવામાં આવ્યો. પહેલા પથ્થરમારો અને બાદમાં આગજની કરવામાં આવી.

આ ષડયંત્રમાં 3 મૌલવી અને 2 શખ્સો જેવા કે મુસ્તકીમ મૌલવી, મતીન અને મોહસિન તેમજ રઝાર અયૂબ, હુસૈન હાશમશા દીવાન પણ ભાગ રહ્યા હતા. તેમના પર પથ્થરમારો કરવાનો અને આગજની માટે લોકોને ઉકસાવવાનો આરોપ છે. આ લોકોનું ષડયંત્ર રામનવમીની શોભાયાત્રાના સમયે જ પથ્થમારો કરવાનું હતું.

આપને જણાવી દઈએ કે, રામનવમીના દિવસે ગુજરાત સહિત દેશમાં હિંસા અને તોફાનો થયા હતા, જેમાં ખંભાતના થયેલા તોફાનોમાં  એક શખ્સનું મોત થયું હતું જ્યારે અનેક ઘાયલ થયા હતા.

ઉલ્લેખનીય છે કે, રમખાણો બાદ લોકોએ હિજરત શરૂ કરતા મંગળવારે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દોડી ગયા હતા અને પરિસ્થિતિની સમક્ષી કરી હતી. હસનનગર-વણજારા વાસની જુથ અથડામણમાં 10ની ધરપકડ જ્યારે 100 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જો કે, રરવિવારે શોભાયાત્રા પર હુમલો કરનાર 11 આરોપીને જ્યુડિશિયિલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હજી વધુ ગુનેગારોની ધરપકડ બાકી છે. ત્યારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરીને તોફાની તત્વોની ધરપકડનો દોર શરૂ કરાયો છે.

આ પણ વાંચો :પિતાએ દીકરીને રાત્રે ઘરની બહાર બેસવા પર આપ્યો ઠપકો, પછી જે થયું તે તમે વિચારી પણ નહીં શકો…

આ પણ વાંચો :અમદાવાદ SGVP ગુરૂકુળના ભક્તિપ્રકાશદાસજી સ્વામી અક્ષરવાસ થયા

આ પણ વાંચો : મારી માંગણીઓ પૂરી નહીં થાય તો.., દહેગામના પૂર્વ MLA કામિનીબા

આ પણ વાંચો :સોશિયલ મીડિયાના યુગમાં પણ યથાવત છે પુસ્તક પ્રેમ