મધ્યપ્રદેશ/ આઝાદીના પર્વ પહેલા ગ્વાલિયરમાં ઘટી મોટી દુર્ઘટના, તિરંગો લગાવતી વખતે ક્રેન તૂટતા 3 ના મોત

ઐતિહાસિક પોસ્ટ ઓફિસ બિલ્ડિંગ પર ધ્વજ લગાવતી વખતે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. કામદારો ક્રેન પર ચઢીને ધ્વજના તાર બદલી રહ્યા હતા…

Top Stories India
ક્રેન

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં બાડામાં આવેલ ઐતિહાસિક પોસ્ટ ઓફિસ બિલ્ડિંગ પર ધ્વજ લગાવતી વખતે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. કામદારો ક્રેન પર ચઢીને ધ્વજના તાર બદલી રહ્યા હતા. ત્યારે અચાનક જેક ઉથલાવી દેવાયો અને ક્રેન પલટી ગઈ. ટ્રોલી સહિત કામદારો નીચે પડી ગયા હતા. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. મૃતકોમાં બે મ્યુનિસિપલ ફાયર વિભાગના કર્મચારી છે અને ત્રીજો પોસ્ટ ઓફિસનો ચોકીદાર છે. જિલ્લાના પ્રભારી મંત્રી તુલસી સિલાવટ ઘટના સ્થળે પહોંચી ગયા છે.

આ પણ વાંચો :વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ તરીકે મનાવાશે 14 ઓગષ્ટનો દિવસ, પીએમ મોદીએ પણ આપ્યો ખાસ સંદેશ

અચાનક થયેલા અકસ્માત બાદ ઘટના સ્થળે હોબાળો મચી ગયો હતો. અકસ્માતમાં એક વ્યક્તિ ઘાયલ પણ થયો છે. ઘાયલોને જયરોગ્ય હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા છે. બનાવને પગલે પોસ્ટ ઓફિસના કર્મચારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, મહાનગરપાલિકાના કર્મચારીઓ દોરી બદલવા માટે ટ્રોલીમાં બેસીને ધ્વજ સુધી પહોંચ્યા હતા. ક્રેન ઉભી હતી તે જેક તૂટી ગયો અને ક્રેન પલટી ગઈ. ટ્રોલી સહિત તેમાં રહેલા કર્મચારીઓ નીચે પડી ગયા હતા. અકસ્માત અંગે સ્થાનિક લોકોએ પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરી હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા જેએએચના ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા.

આ પણ વાંચો :ટ્વિટરે રાહુલ ગાંધીનું હેન્ડલ કર્યું અનલોક, બીજા અન્ય નેતાઓના હેન્ડલ પણ કર્યા રિસ્ટોર

ઘટનાની જાણકારી મળતા મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું હતું. મુખ્યપ્રધાને ટ્વીટ કરી લખ્યું હતું કે , ” ગ્વાલિયરમાં મહારાજા વાડા સ્થિત પોસ્ટ ઓફિસમાં મશીન અનલોડ કરતા સમયે થયેલી દુર્ઘટનામાં 3 લોકોના મૃત્યુના દુ:ખદ સમાચાર મળ્યા. હું ઈશ્વરને તેમની આત્માની શાંતિ માટે પ્રાથના કરૂ છુ અને ત્મના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરૂ છું.

મહારાજ વાડામાં વિભિન્ન દેશોની શૈલિયા પર આધારિત રિયાસત કાલીન ઐતિહાસિક ઈમારત છે. જેને રાષ્ટ્રીય પર્વ પર સજાવવામાં આવે છે. આ દુર્ઘટના ઈમારતના સજાવટ દરમિયાન બની હતી. ત્રણ કર્માચારીઓના મૃત્યુ મશીનના નીચે દબાવવાના કારણે થયા હતા.

આ પણ વાંચો :દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા કોરોના વાયરસના 38,667 નવા કેસ

આ પણ વાંચો : ટ્વિટર હવે ભારતમાં કોઇ ડિરેકટર રાખશે નહીં,જાણો કોણ સંભાળશે જવાબદારી

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે શોક વ્યક્ત કર્યો

આ દરમિયાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કમલનાથે કહ્યું કે, ગ્વાલિયરમાં રાષ્ટ્રધ્વજ લગાવતી વખતે ક્રેન દુર્ઘટનામાં કેટલાક લોકોના મૃત્યુ અને કેટલાક લોકોને ઈજા થયાના દુ:ખદ સમાચાર મળ્યા હતા. પીડિત પરિવાર માટે સંવેદના. હું ઈજાગ્રસ્તોને જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. આગળ કમલનાથે કહ્યું કે હું શિવરાજ સરકાર પાસેથી માંગ કરું છું કે ગ્વાલિયરમાં રાષ્ટ્રધ્વજ લગાવતી વખતે આ સમગ્ર મામલાની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. તેમજ આ કેસમાં તમામ દોષિતો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.