Not Set/ વરુણ ગાંધી: લોકોને ચુંટાયેલ પ્રતિનિધિઓ માટે રાઈટ ટુ રીકોલનો અધિકાર મળવો જાઈએ

નવી દિલ્હી, ભાજપના સાંસદ વરુણ ગાંધીએ ફરી એકવાર જણાવ્યુ હતું કે જો ચુંટાયેલ પ્રતિનિધિઓ સારુ કામ ન કરે તો લોકોને તેને પ્રતિનિધિ પદેથી દુર કરવાનો અધિકાર મળવો જાઈએ. ઉત્તરપ્રદેશના સુલ્તાનપુરથી સાંસદ એવા વરુણ ગાંધીએ જણાવ્યુ હતું કે, બિનરાજકીય પરિવારના લોકોને પણ પ્રતિભાના આધારે રાજકારણમાં જોડાવુ જાઈએ. જેથી જાતિ અને ધર્મના આધાર પર થતા રાજકારણને દૂર […]

India
newsaddon 5 વરુણ ગાંધી: લોકોને ચુંટાયેલ પ્રતિનિધિઓ માટે રાઈટ ટુ રીકોલનો અધિકાર મળવો જાઈએ
નવી દિલ્હી,
ભાજપના સાંસદ વરુણ ગાંધીએ ફરી એકવાર જણાવ્યુ હતું કે જો ચુંટાયેલ પ્રતિનિધિઓ સારુ કામ ન કરે તો લોકોને તેને પ્રતિનિધિ પદેથી દુર કરવાનો અધિકાર મળવો જાઈએ. ઉત્તરપ્રદેશના સુલ્તાનપુરથી સાંસદ એવા વરુણ ગાંધીએ જણાવ્યુ હતું કે, બિનરાજકીય પરિવારના લોકોને પણ પ્રતિભાના આધારે રાજકારણમાં જોડાવુ જાઈએ. જેથી જાતિ અને ધર્મના આધાર પર થતા રાજકારણને દૂર કરી શકાય.
તેમણે જણાવ્યુ હતું કે કોઈપણ ઉમેદવાર લોકોને લાગણીશીલ બનાવીને ચુંટણી જીતી જતો હોય છે, જેથી લોકોને રાઈટ ટુ રીકોલનો અધિકાર મળવો જાઈએ. હું અંગત રીતે સાંસદ તરીકે આ વિધેયક સંસદમાં રજુ કરીશ જેથી એ સુનિશ્ચિત થઈ શકે કે લોકો પોતાના પ્રતિનિધિથી સંતુષ્ટ ન હોય તો આવી સ્થતિમાં તેમને પ્રતિનિધિને હટાવવાની તક મળી શકે. વરુણ ગાંધીએ જણાવ્યુ હતું કે અરજીની વ્યવસ્થા મામલે આ શક્ય છે.
બ્રિટેનમાં સામૂહિક રીતે અરજી પર ૧ લાખથી વધુ લોકો હસ્તાક્ષર કરે તો સાંસદની ફરી ચુંટણીની પ્રકિયા થાય છે. ત્યારે ભાજપમાં પણ મતદારોના સંખ્યાના આધારે આ આંકડો નક્કી કરી શકાય છે. પંચાયતની ચુંટણી હોય કે વિધાનસભાની કે પછી સંસદની દરેકમાં આ મુજબની જોગવાઈ હોવી જાઈએ. જેથી સારા અને પ્રતિભાવાન લોકોને ચુંટવામાં મદદ મળી શકે.
વરુણે સ્વીકાર્યુ હતું કે જો હું ગાંધી પરિવારમાંથી ન આવતો હોત તો ક્યારેય પણ ૨૯ વર્ષની ઉંમરે સાંસદ બનવાની તક ન મળી હોત.
વરુણે એ પણ જણાવ્યુ હતું કે, બિઝનેસમેન, ક્રિકેટરો, ફિલ્મી કલાકારોને સીધા સાંસદ બનાવવાની પ્રથાને પણ બંધ કરી દેવી જાેઈએ. આપણે એ સુનિશ્ચિત કરવુ જાઈએ કે દેશનો સર્વાંગી વિકાસ થાય તે માટે દરેક વ્યક્તિ ને ચુંટાવાની સમાન તક હોવી જાઈએ.