હુમલો/ કોરોના દર્દીનું મોત થતા ડોક્ટરને ઢોર માર મારવામાં આવ્યો, વીડિયો વાયરલ

કોરોના રોગચાળાની વચ્ચે, ડોકટરો, જેને ધરતીનાં ભગવાન કહેવામાં આવે છે, તેઓ આજે દર્દીઓને બચાવવા પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. પરંતુ ઘણી વખત તેઓના પોતાના જીવન પર આપત્તિ આવી જાય છે, જ્યારે દર્દી મરી જાય છે.

Top Stories India
1 60 કોરોના દર્દીનું મોત થતા ડોક્ટરને ઢોર માર મારવામાં આવ્યો, વીડિયો વાયરલ

કોરોના રોગચાળાની વચ્ચે, ડોકટરો, જેને ધરતીનાં ભગવાન કહેવામાં આવે છે, તેઓ આજે દર્દીઓને બચાવવા પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. પરંતુ ઘણી વખત તેઓના પોતાના જીવન પર આપત્તિ આવી જાય છે, જ્યારે દર્દી મરી જાય છે. દર્દીઓનાં મૃત્યુ બાદ, ડોકટરોને લોકોનાં રોષનો સામનો કરવો પડે છે. નવીનતમ કિસ્સો અસમના હોજાઈ જિલ્લામાંથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ફરજ પરનાં ડોક્ટર પર મૃત દર્દીનાં સબંધીઓએ હુમલો કર્યો હતો. તબીબને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. લાકડીઓથી લઈને લાત અને મુક્કા અને ચપ્પલથી તેમના ખૂબ મારવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ પોતે કાર્યવાહી કરી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આસામનાં હોજાઈ જિલ્લાની એક હોસ્પિટલમાં મંગળવારે દર્દીનું મોત નીપજ્યું હતુ. આ પછી પરિવારનાં લોકો રોષે ભરાયા હતા અને ડોક્ટરને માર માર્યો હતો. વીડિયોમાં દેખાઇ રહ્યુ છે કે હોસ્પિટલનાં રૂમમાં ઘણા લોકો ડોક્ટરને નિર્દયતાથી માર મારી રહ્યા છે. કેટલાક લાકડી વડે હુમલો કરી રહ્યા છે અને કેટલાક ડોક્ટરને ત્યાં રાખેલી વસ્તુઓથી મારતા દેખાઇ રહ્યા છે. એટલું જ નહીં, કેટલાક લોકો તેમને લાત અને મુક્કાથી મારતા દેખાઇ રહ્યા છે. ત્યાં હાજર કેટલાક લોકોએ તેનો એક વીડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. વીડિયો વાયરલ થયા પછી મુખ્યમંત્રી હેમંત બિસ્વાએ ફરજ પરનાં ડોક્ટર પર થયેલા હુમલા અંગે ઉંડી ચિંતા વ્યક્ત કરી છે. આ ઘટના અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, કાયદા હેઠળ આવી હરકત ક્યારે સહન કરવામાં આવશે નહીં. દરમિયાન મુખ્યમંત્રીએ આરોગ્ય પ્રધાન કેશવ મહંતને સ્થળ પર જઇને પોલીસ ઘટનાની તપાસ કરવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. હેમંત બિસ્વા સરમાએ ટ્વિટમાં લખ્યું છે કે, ‘અમારું તંત્ર અમારા ફ્રન્ટલાઈન કામદારો પર આવા બર્બર હુમલાઓ સહન કરશે નહીં. આસામ પોલીસે સુનિશ્ચિત કરે કે ગુનેગારોને ન્યાયાલયમાં લાવી શકાય.

આ કેસમાં પોલીસે 24 આરોપીની ધરપકડ કરી છે. મુખ્યમંત્રી હેમંતે ખુદ આ માહિતી આપી છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે, ‘આ બર્બર હુમલામાં સામેલ 24 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને વહેલી તકે ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.’ તેમણે એમ પણ કહ્યું હતું કે હું આ તપાસની વ્યક્તિગત દેખરેખ રાખી રહ્યો છું અને હું વચન આપું છું કે ન્યાય કરવામાં આવશે.

kalmukho str કોરોના દર્દીનું મોત થતા ડોક્ટરને ઢોર માર મારવામાં આવ્યો, વીડિયો વાયરલ