Not Set/ ભગાભાઈ બારડનુ સસ્પેન્શન પાછું ખેચવા આહીર સમાજ દ્વારા કરાઇ ઉગ્ર રજૂઆત

જૂનાગઢ, જૂનાગઢના કેશોદમાં સરકારના નિર્ણયથી વિરોધ ઉઠ્યો હતો. આહીર સમાજ દ્વારા ભગાભાઈ બારડનુ સસ્પેન્શન પાછું ખેચવા રજૂઆત કરી હતી. ગુજરાત રાજ્ય વિધાનસભાના સભાપતિ અધ્યક્ષ દ્વારા ધારાસભ્ય ભગાભાઈ બારડને સસ્પેન્ડ કરી ચૂંટણી પંચ દ્વારા પેટાચૂંટણી જાહેર કરતાં આહીર સમાજમાં સરકારના નિર્ણયનો વિરોધ ઉઠ્યો છે. આહીર અગ્રણીઓ અને યુવાનો દ્વારા કેશોદના નાયબ કલેકટર મારફતે વિધાનસભા અધ્યક્ષ ને […]

Top Stories Gujarat Others
mantavya 231 ભગાભાઈ બારડનુ સસ્પેન્શન પાછું ખેચવા આહીર સમાજ દ્વારા કરાઇ ઉગ્ર રજૂઆત

જૂનાગઢ,

જૂનાગઢના કેશોદમાં સરકારના નિર્ણયથી વિરોધ ઉઠ્યો હતો. આહીર સમાજ દ્વારા ભગાભાઈ બારડનુ સસ્પેન્શન પાછું ખેચવા રજૂઆત કરી હતી.

ગુજરાત રાજ્ય વિધાનસભાના સભાપતિ અધ્યક્ષ દ્વારા ધારાસભ્ય ભગાભાઈ બારડને સસ્પેન્ડ કરી ચૂંટણી પંચ દ્વારા પેટાચૂંટણી જાહેર કરતાં આહીર સમાજમાં સરકારના નિર્ણયનો વિરોધ ઉઠ્યો છે.

આહીર અગ્રણીઓ અને યુવાનો દ્વારા કેશોદના નાયબ કલેકટર મારફતે વિધાનસભા અધ્યક્ષ ને ઉદેશીને આવેદનપત્ર પાઠવ્યુ હતુ. નામદાર કોર્ટ દ્વારા સજા વિરુદ્ધ મનાઈહુકમ આપેલ છે.

ત્યારે લોકશાહી પ્રણાલી જાળવવા ભગાભાઈ બારડને ધારાસભ્ય પદ ફરીથી માનભેર આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, આહીર અગ્રણીઓ અને યુવાનો દ્વારા જણાવાયુ કે જો માગણી નહી સંતોષાય તો લોકસભાની સામાન્ય ચૂંટણીમાં આહીર સમાજના રોષનો ભોગ બનવું પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.