IND vs ENG 1st T20/ ભારતે ઈંગ્લેન્ડને 199 રનનો આપ્યો ટાર્ગેટ, હાર્દિકે ફટકારી તોફાની ફિફ્ટી

સાઉથમ્પટનના ધ રોઝ બોલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી પ્રથમ T20માં ભારતે પ્રથમ રમત રમીને ઈંગ્લેન્ડને 199 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ 33 બોલમાં 51 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી

Top Stories Sports
10 13 ભારતે ઈંગ્લેન્ડને 199 રનનો આપ્યો ટાર્ગેટ, હાર્દિકે ફટકારી તોફાની ફિફ્ટી

સાઉથમ્પટનના ધ રોઝ બોલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી પ્રથમ T20માં ભારતે પ્રથમ રમત રમીને ઈંગ્લેન્ડને 199 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ 33 બોલમાં 51 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી ન હતી. કેપ્ટન રોહિત શર્મા 24 અને ઈશાન કિશન 08 રન બનાવીને આઉટ થયા હતા. જો કે આ પછી દીપક હુડા અને સૂર્યકુમાર યાદવે ઈંગ્લિશ બોલરો પર વળતો પ્રહાર કર્યો હતો.

દીપકે 17 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 33 રન બનાવ્યા હતા. જયારે સૂર્યકુમારે 19 બોલમાં 39 રનની ઇનિંગ રમી હતી. તેને 4 ચોગ્ગા અને 2 છગ્ગા માર્યા હતા. આ પછી પાંચમા નંબરે બેટિંગ કરવા આવેલા હાર્દિક પંડ્યાએ શરૂઆતથી જ વિસ્ફોટક રમત બતાવી હતી.

હાર્દિકે 33 બોલમાં 51 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન પંડ્યાએ 6 ફોર અને 1 સિક્સર ફટકારી હતી.  જયારે અક્ષર પટેલે 12 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 17 રન બનાવ્યા હતા.