Not Set/ દિલ્લીમાં OddEven લાગુ કરવા પર NGT એ કેજરીવાલ સરકારને પૂછ્યા આ 5 સવાલો, જાણો

રાજધાની દિલ્લીમાં વધી રહેલા વાયુ પ્રદુષણ બાદ કેજરીવાલ સરકારે આગામી ૧૩ થી ૧૭ નવેમ્બર સુધી શહેરમાં ઓડ-ઇવન ફોર્મુલા લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે કેજરીવાલ સરકારના આ નિર્ણય સામે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (NGT) એ લાલ આંખ બતાવી છે. આ મામલામાં સુનાવણી દરમિયાન NGT એ રાજ્ય સરકારને આ નિર્ણય લાગુ કરવા અંગે ૫ સવાલો પૂછ્યા છે. NGT […]

India
download 4 2 દિલ્લીમાં OddEven લાગુ કરવા પર NGT એ કેજરીવાલ સરકારને પૂછ્યા આ 5 સવાલો, જાણો

રાજધાની દિલ્લીમાં વધી રહેલા વાયુ પ્રદુષણ બાદ કેજરીવાલ સરકારે આગામી ૧૩ થી ૧૭ નવેમ્બર સુધી શહેરમાં ઓડ-ઇવન ફોર્મુલા લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે કેજરીવાલ સરકારના આ નિર્ણય સામે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (NGT) એ લાલ આંખ બતાવી છે. આ મામલામાં સુનાવણી દરમિયાન NGT એ રાજ્ય સરકારને આ નિર્ણય લાગુ કરવા અંગે ૫ સવાલો પૂછ્યા છે.

download 6 2 દિલ્લીમાં OddEven લાગુ કરવા પર NGT એ કેજરીવાલ સરકારને પૂછ્યા આ 5 સવાલો, જાણો

NGT એ કેજરીવાલ સરકારને પૂછ્યા આ ૫ સવાલો :

૧. તમે ક્યાં અભ્યાસ પર શહેરમાં ઓડ-ઇવન લાગુ કરી રહ્યા છો ?

2. છેલ્લા ૧૦ દિવસ દરમિયાન ઓડ-ઇવન શા માટે લાગુ કરવામાં ન આવ્યું ?

૩.Odd-Even માં દ્વિચક્રી વાહનોને છુટ્ટી આપવાનું વૈજ્ઞાનિક કારણ શું છે ?

૪. દિલ્લીએ ક્યારેય પણ PM ૧૦ નું સ્તર ક્યારેય ૧૦૦ સુધી પહોચ્યું છે ?

૫. શું તમે તમારા શહેરનું નામ આપી શકો છો, જ્યાં PM 2.૫ નું સ્તર ૧૦૦ થી નીચે છે.