Not Set/ છત્તીસગઢ ચૂંટણી પરિણામ : પ્રારંભિક વલણમાં કોંગ્રસને બહુમત, અજિત જોગી પાછળ

છત્તીસગઢમાં રાજકારણ માટે આજે ખુબ મહત્વપૂર્ણ દિવસ છે. છત્તીસગઢ વિધાનસભા માટે 12 અને 20 નવેમ્બરે બે ચરણોમાં મતદાન થયું હતું. જેના પ્રારંભિક વલણ આવવાના શરુ  થઇ ગયા છે. જણાવી દઈએ કે, શરૂઆતી વલણમાં કોંગ્રેસે 45ના જાદુઈ આંકડાને પાર કરી લીધો છે અને મોટી જીત તરફ આગળ વધી રહી છે. ભાજપ 34 સીટો પર આગળ ચાલી […]

India Trending
595661 584575 singh raman 061517 છત્તીસગઢ ચૂંટણી પરિણામ : પ્રારંભિક વલણમાં કોંગ્રસને બહુમત, અજિત જોગી પાછળ

છત્તીસગઢમાં રાજકારણ માટે આજે ખુબ મહત્વપૂર્ણ દિવસ છે. છત્તીસગઢ વિધાનસભા માટે 12 અને 20 નવેમ્બરે બે ચરણોમાં મતદાન થયું હતું. જેના પ્રારંભિક વલણ આવવાના શરુ  થઇ ગયા છે. જણાવી દઈએ કે, શરૂઆતી વલણમાં કોંગ્રેસે 45ના જાદુઈ આંકડાને પાર કરી લીધો છે અને મોટી જીત તરફ આગળ વધી રહી છે.

ભાજપ 34 સીટો પર આગળ ચાલી રહ્યું છે, જયારે કોંગ્રેસ 48 સીટો પર આગળ છે. વળી અજિત જોગીની પાર્ટી 6 સીટો પર આગળ છે. જયારે બે સીટો પર અન્ય આગળ ચાલી રહ્યા છે.

છત્તીસગઢમાં રમન સિંહ સરકારના શિક્ષણ મંત્રી કેદાર કશ્યપ 1050 વોટથી પાછળ ચાલી રહ્યા છે તેમજ આબકારી મંત્રી અમર અગ્રવાલ પણ 804 વોટથી પાછળ ચાલી રહ્યા છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અજિત જોગી પણ પોતાના જ ચૂંટણી ક્ષેત્રમાં પાછળ ચાલી રહ્યા છે.