Not Set/ સમગ્ર દેશમાં ચીનનો થઇ રહ્યો છે વિરોધ, લોકો રસ્તાઓ પર ઉતરી શી જિનપિંગનાં પુતળા બાળ્યા

પૂર્વ લદ્દાખમાં સોમવારે રાત્રે ભારત-ચીન સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ અને 20 સૈનિકોનાં બલિદાન બાદ હવે દેશભરમાં ચીનમાં બનેલા સામાનનો બહિષ્કાર કરવાની અપીલ કરવામાં આવી રહી છે. એક તરફ જ્યાં ચીન પાસેથી બદલો લેવાની માંગ કરવામાં આવી રહી છે, ત્યાં બીજી તરફ પડોશી દેશ સાથે વ્યાપારિક સંબંધો સમાપ્ત કરવાનો અવાજ પણ ઉઠાવવામાં આવી રહ્યો […]

India
dd802d6a45d060ffe377fdf7098e8a6d 1 સમગ્ર દેશમાં ચીનનો થઇ રહ્યો છે વિરોધ, લોકો રસ્તાઓ પર ઉતરી શી જિનપિંગનાં પુતળા બાળ્યા

પૂર્વ લદ્દાખમાં સોમવારે રાત્રે ભારત-ચીન સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ અને 20 સૈનિકોનાં બલિદાન બાદ હવે દેશભરમાં ચીનમાં બનેલા સામાનનો બહિષ્કાર કરવાની અપીલ કરવામાં આવી રહી છે. એક તરફ જ્યાં ચીન પાસેથી બદલો લેવાની માંગ કરવામાં આવી રહી છે, ત્યાં બીજી તરફ પડોશી દેશ સાથે વ્યાપારિક સંબંધો સમાપ્ત કરવાનો અવાજ પણ ઉઠાવવામાં આવી રહ્યો છે.

સમાચાર એજન્સીઓ અનુસાર, લોકો ચાઇનીઝ ધ્વજ અને ચીની ચીજોને બાળી રહ્યા છે. તેમજ રાષ્ટ્રપતિ શી જિનપિંગનાં પુતળા પણ દહન કરી રહ્યા છે. ગુજરાતમાં લોકો ચીન સામે રસ્તાઓ પર ઉતર્યા હતા. આ દરમિયાન તેમણે ચાઇના બનાવટનાં ઇલેક્ટ્રોનિક સામાન તોડીને ચાઇનીઝ ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની હાકલ કરી હતી. અમદાવાદ, વડોદરા અને સુરતમાં લોકોએ વિરોધ નોંધાવ્યો હતો અને રાષ્ટ્રપતિ શી જિનપિંગનાં ચિત્રોને સળગાવી દીધા હતા. પ્રદર્શનકારીઓએ PM મોદીને વિનંતી કરી કે તે સુનિશ્ચિત કરે કે ગલવાન ખીણમાં સૈનિકોનું બલિદાન  વ્યર્થ ન જાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.