પંજાબ/ ટ્રેનમાં આખી રાત સફાઇકર્મી કરતો રહ્યો યુવતીની છેડતી, પછી….

તારો મોબાઈલ નંબર આપ કહી સફાઈકામદારે યુવતીની પજવણી કરી

India
f32572fd 467f 4bc6 a911 ce9a47d28268 ટ્રેનમાં આખી રાત સફાઇકર્મી કરતો રહ્યો યુવતીની છેડતી, પછી....

ચાલુ ટ્રેનમાં એક યુવતી સાથે છેડતી થઇ હોવાની ઘટના સામે આવી છે. પરીક્ષા આપવા જઇ રહેલી યુવતીને ટ્રેનમાં સફાઇ કર્મચારીએ પંજાબના જાલંધરથી ઉત્તર પ્રદેશના લખનઉ સ્ટેશન સુધી પજવણી કરતો રહ્યો હતો. યુવતી માટે આખી રાત ભયરાત્રી બની રહી હતી.

આ બનાવની મળતી માહિતી અનુસાર પંજાબના જાલંધર શહેરથી એએનએમમાં અભ્યાસ કરતી એક યુવતી સ્વાસ્થ વિભાગની પરીક્ષા આપવા માટે બિહારના મોતિહારી જઇ રહી હતી. તેના માટે યુવતી જાલંધરથી સહરસા જઇ રહેલી ગરીબ રથ એક્સપ્રેસમાં સવાર થઇ હતી. મુસાફરી દરમિયાન એક સફાઇ કર્મચારીની નજર યુવતી પર પડી અને તેની છેડતી કરવાનું શરૂ કરી દીધું.

યુવતી સવારે 5:15 વાગ્યે જાલંધર સ્ટેશનથી ટ્રેનમાં સવાર થઇ હતી. રાતના નવ વાગ્યે ટ્રેન લખનઉ પહોંચી હતી. યુવતી મોબાઇલ ચાર્જ કરવા બર્થ પરથી નીચે ઉતરી તે સમયે એક સફાઇ કર્મચારીની નજર તેના પર પડી હતી. સફાઇ કર્મચારીએ યુવતીનો નંબર માંગ્યો હતો. યુવતીએ નંબર આપવાની ના પાડતા સફાઇકર્મીએ અશ્લિલ હરકત કરી પજવણી કરવાનું શરૂ કરી દીધુ.

સફાઇકર્માચારી જબરદસ્તી નાસ્તો અને ડ્રિંક્સ લેવા માટે દબાણ કરતો રહ્યો. આખી રાત સફાઇકર્મી તેની છેડતી કરતો રહ્યો. વહેલી સવારે એક પોલીસકર્મીની નજર સફાઇકર્મી સૌરભ પર પડી ત્યારે તેની પુછપરછ શરૂ કરી હતી. ત્યારે યુવતી સહિત હાજર અન્ય મુસાફરોએ ફરિયાદ કરતા તેની અટકાયકત કરી હતી.