Not Set/ બુલંદશહર હિંસાનો મુખ્ય આરોપી યોગેશ રાજ સહિત ચાર લોકોને હાઈકોર્ટે આપ્યા જામીન

ગત વર્ષ 3 ડિસેમ્બરનાં રોજ ઉત્તર પ્રદેશનાં બુલંદશહેરમાં હિંસા થઇ હતી, આ હિંસામાં ઈન્સ્પેક્ટર સુબોધ સિંહની હત્યા કરવામાં આવી હતી. જેનો મુખ્ય આરોપી બજરંગદળનો નેતા યોગેશ રાજ સહિત ચાર આરોપીઓને અલ્હાબાદ હાઈકોર્ટે જામીન આપી દીધા છે. આપને જણાવી દઇએ કે યોગદ્ર રાજને રાજદ્રોહનાં કેસમાં જામીન મળી ગયા છે. આ અગાઉ જીતુ ફૌજી સહિત સાત આરોપીઓને […]

Top Stories India
yogesh raj બુલંદશહર હિંસાનો મુખ્ય આરોપી યોગેશ રાજ સહિત ચાર લોકોને હાઈકોર્ટે આપ્યા જામીન

ગત વર્ષ 3 ડિસેમ્બરનાં રોજ ઉત્તર પ્રદેશનાં બુલંદશહેરમાં હિંસા થઇ હતી, આ હિંસામાં ઈન્સ્પેક્ટર સુબોધ સિંહની હત્યા કરવામાં આવી હતી. જેનો મુખ્ય આરોપી બજરંગદળનો નેતા યોગેશ રાજ સહિત ચાર આરોપીઓને અલ્હાબાદ હાઈકોર્ટે જામીન આપી દીધા છે. આપને જણાવી દઇએ કે યોગદ્ર રાજને રાજદ્રોહનાં કેસમાં જામીન મળી ગયા છે. આ અગાઉ જીતુ ફૌજી સહિત સાત આરોપીઓને હાઈકોર્ટમાંથી રાજદ્રોહનાં કેસમાં જામીન મળી ચુક્યા છે.

ડિસેમ્બરનાં રોજ બુલંદશહેર જિલ્લાનાં સ્યાના પોલીસ સ્ટેશન વિસ્તારનાં ચિંગરાવઠી ગામમાં ગોકશીની બાતમી મળતાં ભારે ચકચાર મચી ગઈ હતી. આ દરમિયાન ગુસ્સે ભરાયેલા લોકોએ ચિંગરાવઠી ચોકડીને જામ કરી દીધો હતો અને પોલીસ ચોકીમાં પાર્ક કરેલા વાહનોને આગ ચાંપી હતી. આ ઘટનામાં સ્યાના ઇન્સ્પેક્ટર સુબોધ કુમાર અને ભાજપ કાર્યકર્તા સુમિત કુમારની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે બજરંગદળનાં જિલ્લા કન્વીનર યોગેશરાજ સહિત 27 નામો અને 50-60 અજાણ્યાઓ સામે રિપોર્ટ દાખલ કર્યો હતો.

અલ્હાબાદ હાઈકોર્ટે મુખ્ય આરોપી યોગેશ રાજ અને અન્ય ત્રણ લોકોને જામીન આપી દીધા છે. આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ 124 હેઠળ રાજદ્રોહનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપી યોગેશ હિન્દુવાદી સંગઠન બજરંગ દળ સાથે સંકળાયેલો હતો. આ કેસમાં યોગેશ ઉપરાંત દેવેન્દ્ર, ચમન અને સોનુ આરોપી હતા. આ કેસમાં જીતુ ફૌજી સહિત સાત આરોપીઓને હાઇકોર્ટે જામીન આપી દીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.