Not Set/ સુપ્રીમ કોર્ટ આજે આપશે ચુકાદો ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુકવો કે નહીં

સુપ્રીમ કોર્ટ આજે દિલ્હી અને નેશનલ કેપિટલ રિજનમાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુકવો કે નહીં તે અંગે ચુકાદો આપશે. મહત્વનુ છે કે આ પહેલા ન્યાયમૂર્તિ એ.કે. સિકરીના વડપણ હેઠળની બેન્ચે 6 ઓક્ટોબરે ચુકાદો મુલત્વી રાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે 11 નવેમ્બર 2016ના દિવસે દિલ્હી અને એનસીઆરમાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુક્યો હતો.ત્યાર બાદ […]

Top Stories India
Supreme Court of India min સુપ્રીમ કોર્ટ આજે આપશે ચુકાદો ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુકવો કે નહીં

સુપ્રીમ કોર્ટ આજે દિલ્હી અને નેશનલ કેપિટલ રિજનમાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુકવો કે નહીં તે અંગે ચુકાદો આપશે. મહત્વનુ છે કે આ પહેલા ન્યાયમૂર્તિ એ.કે. સિકરીના વડપણ હેઠળની બેન્ચે 6 ઓક્ટોબરે ચુકાદો મુલત્વી રાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે 11 નવેમ્બર 2016ના દિવસે દિલ્હી અને એનસીઆરમાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુક્યો હતો.ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે 12 સપ્ટેમ્બરે ફટકડાના વેચાણ પર પ્રતિબધ મુકતો આદેશ કામચલાઉ રીતે પાછો ખેંચી લીધો હતો. દિવાળી પહેલા અને પછી દિલ્હી અને એનસીઆરમાં પ્રદૂષણ વધી જાય છે જેના પગલે આ અંગે પિટિશન કરનારા અર્જુન ગોપાલના વકીલ ગોપાલ શકરનારાયણને સુપ્રીમ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુક્તો આદેશ યથાવત રાખવો જોઈએ..