ગમખ્વાર અકસ્માત/ સુરતમાં ટ્રક ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા માથું ધડથી અલગ

ટ્રક ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે બાઈક ચાલકનું માથું ધડથી અલગ થઇ ગયું હતું.

Top Stories Gujarat Surat
  • સુરતના નિયોલ ચેક પોસ્ટ પાસે અકસ્માત
  • ટ્રક ચાલકે બાઈક ચાલકને લીધો અડફેટે
  • અકસ્માતમાં બાઈક ચાલકનું માથુ ધડથી અલગ થયુ
  • બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત થયુ

 ગત દિવસોમાં રાજ્યમાં નબીરાઓ દ્વારા અકસમાત સર્જવાની ઘણી ઘટનાઓ સામે આવી હતી.ત્યારે આવામાં સુરત શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રક ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે બાઈક ચાલકનું માથું ધડથી અલગ થઇ ગયું હતું. આ મામલે પોલીસને જાન કરવામાં આવતા સારોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રક ચાલકને ઝડપી પાડ્યો છે.

આ પહેલા 8 ઓગસ્ટે સુરતમાં બે કાર વચ્ચે અકસ્માત સર્જાયા બાદ એક કારના ચાલકે બીજાને પોતાની કારના બોનેટ પર ચડાવીને બે કિલોમીટર સુધી ઠેરવ્યાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. શહેરનાં નાલ રોડ પર બે કાર વચ્ચે ટકકર થયા બાદ બન્ને ચાલકો વચ્ચે બબાલ સર્જાઈ હતી આ તકે ઉશ્કેરાયેલા એક કારના ચાલકે બીજી કારના યુવકને પોતાની કારના બોનેટ પર ચડાવી દઈને કાર હંકારી મુકી હતી. આ બનાવનો વીડિયો વાયરલ થયો હતો. આ બારામાં કાર ચાલકની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો:જાણો, ભાજપના નેતા પાસે ખંડણી માંગવાનો કારસો કોણે અને કેવી રીતે રચ્યો હતો..તમે જાણવા માંગો છો તે તમામ વિગતો…

આ પણ વાંચો:ગણેશ મહોત્સવને લઈને જાહેરનામું, પીઓપી મૂર્તિ બનાવવા અને વેચાણ પર પ્રતિબંધ

આ પણ વાંચો:માટી સાથે જોડાયેલા મંત્રી મૂળુ બેરા, કેટલી અજાણી વાતો જાણીને કહેશો વાહ…!

આ પણ વાંચો:RTOમાં RC બુકનો ખડકલો, 10,000 કરતા વધુ વાહન માલિકો નથી લેવા આવતા આ અગત્યનું ડોક્યુમેન્ટ