Not Set/ મૃતક કિશન ભરવાડના પરિવારની સંતો-મહંતોએ મુલાકાત લઈ સાંત્વના પાઠવી

ધંધુકા હત્યા પ્રકરણમાં સાધુ સંતોએ મૃતક કિશન ભરવાડના પરિવારની મુલાકાત લીધી હતી. જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રણછોડ ભરવાડે આ ઘટનાના પગલે આક્રોશ સાથે જણાવ્યું હતું કે, ગુજરાતને બીજુ કાશ્મીર નહી થવા દઈયે

Gujarat

-ગુજરાતને બીજુ કાશ્મીર નહી થવા દઈયે.: રણછોડ ભરવાડ ( આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ )

– ધંધુકા હત્યા પ્રકરણમાં સાધુ સંતોએ પરિવારની મુલાકાત લીધી

ધંધુકા હત્યા પ્રકરણમાં સાધુ સંતોએ મૃતક કિશન ભરવાડના પરિવારની મુલાકાત લીધી હતી. જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રણછોડ ભરવાડે આ ઘટનાના પગલે આક્રોશ સાથે જણાવ્યું હતું કે, ગુજરાતને બીજુ કાશ્મીર નહી થવા દઈયે. જ્યારે ચચાણા ગામ ખાતે મૃતક કિશન ભરવાડના પરિવારની સંતો-મહંતોએ મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી.

ધંધુકા હત્યા પ્રકરણમાં સાધુ સંતોએ મૃતક કિશન ભરવાડના પરિવારની મુલાકાત લીધી હતી. જેમ‍ાં હાજર સંતો મહંતોએ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી આ મામલે યોગ્ય ન્યાયની માંગ સાથે આ નિંદનીય કૃત્ય બાબતે આકરા પ્રહારો કર્યા હતા. જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રણછોડ ભરવાડે આ ઘટનાના પગલે આક્રોશ સાથે જણાવ્યું હતું કે, ગુજરાતને બીજુ કાશ્મીર નહી થવા દઈયે.

જ્યારે ચચાણા ગામ ખાતે મૃતક કિશન ભરવાડના પરિવારની સંતો-મહંતોએ મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી. જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રણછોડભાઈ ભરવાડ તથા નકલંકધામ તોરણિયા જગ્યાના મહામંડલેશ્વર રાજેન્દ્રદાસ બાપુ તેમજ બાવળીયાળી માલધારી સમાજની જગ્યાના મહંત રામબાપુ, ગેડિયા જગ્યાના મહંત ભારદ્વાજ બાપુ તથા કાશીરામ બાપુ અને અન્ય સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચચાણા ગામે ગૃહમંત્રી હર્ષ સંઘવી બાદ ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોર, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદિશભાઇ ઠાકોર સહિતનું કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ અને પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સહિતના વિવિધ પક્ષના રાજકીય આગેવાનો ચાચણ ગામે દોડી જઇ મૃતક કિશન ભરવાડના પરિવારની મૂલાકાત લઇ સાંત્વના પાઠવી હતી. ત્યારે સામાજિક અને રાજકીય આગેવાનો બાદ સંતો-મહંતોએ આજે ચાચણ ગામે મૃતક કિશન ભરવાડના પરિવારની મુલાકાત લઇ સાંત્વના આપી આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી આક્રોશ વ્યક્ત કર્યો હતો.

બાદમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રણછોડ ભરવાડે આ ઘટનાના પગલે આક્રોશ સાથે જણાવ્યું હતુ કે, આ ઘટનાના પગલે શાંતિપૂર્વક આવેદન આપવાનો દરેકને અધિકાર છે. અમે દેશભરમા આવેદન શાંતિપૂર્વક રીતે આપી રહ્યાં છીએ. રાજકોટ ઘટના પર બોલતા રણછોડ ભરવાડે જણાવ્યું હતું કે, ગુજરાતને અમે બીજુ કાશ્મીર નહી થવા દઈયે