વેરાવળ,
વાયુ વાવાઝોડુ જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ ગુજરાત પર ખતરો મંડાઈ રહ્યો છે. વાયુ વાવાઝોડાને લઈને વેરાવળમાં તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.આજ સાંજ સુધીમાં વાવાઝોડું દરિયાકાંઠે ત્રાટકશે.તેને લઈને વેરાવળમાં એનડીઆરએફની ટિમ સજ્જ થઈ ગઈ છે. જેને લઈને છપરા અને કાચા મકાન વાળા લોકોને સ્થળાંત કરવામાં આવ્યા.
જણાવીએ કે ગીર-સોમનાથના ગામડાઓમાં આજે તંત્ર દ્રારા લોકોનું સ્થળાંતર કરશે. તો વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર અને ઉનાના 51 ગામમાંથી 17 હજાર લોકોનું સ્થળાંત કરવામાં આવશે.
