મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ, ન્યાયાધીશ આર.એફ. નરીમન, એ.એમ.ખાનવિલકર, ડી.વાય.ચંદ્રચુડ અને ઇંદુ મલ્હોત્રાની બંધારણીય બેંચ ગુરુવારે સવારે 10.30 વાગ્યે સબરીમાલા રિવ્યૂ પિટિશનમાં ચુકાદો આપશે. ત્યારબાદ ચીફ જસ્ટિસ ગોગોઈ, જસ્ટીસ સંજય કિશન કૌલ અને કેએમ જોસેફની ત્રણ જજોની બેંચ રાફેલ રિવ્યૂમાં ચુકાદો આપશે.
સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે ફેબ્રુઆરીમાં 28 સપ્ટેમ્બરનાં ચુકાદા સામે દાખલ કરેલી રિવ્યૂ અરજીઓનાં સમૂહમાં ચુકાદો અનામત રાખ્યો હતો, જેમાં તમામ વય વર્ગની મહિલાઓને મંદિરમાં પ્રવેશવાનો અધિકાર જાહેર કરાયો હતો. મે 2019 માં, ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠે 14 ડિસેમ્બરનાં નિર્ણયની સમીક્ષાની માંગ કરતી અરજીમાં ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો, જેમાં ફ્રેન્ચ કંપની ડસોલ્ટ એવિએશન પાસેથી 36 રાફેલ વિમાન ખરીદવાના સોદામાં કથિત ભ્રષ્ટાચારની તપાસ કરવાનો આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો.
Supreme Court to pronounce tomorrow its judgement on Rafale review petitions against its December 14, 2018 judgement upholding the 36 Rafale jets' deal. pic.twitter.com/vELaxbEcFm
— ANI (@ANI) November 13, 2019
કોર્ટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ ભાજપ નેતા મીનાક્ષી લેખીની દાખલ કરેલી અવમાનની અરજીમાં પણ આદેશો અનામત રાખ્યા છે. ગુરુવારે અવમાનનાં પિટિશન પણ જાહેર થવાની સંભાવના છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
