Not Set/ અમેરિકાના કોપીરાઇટ એકટ લાગુ કરો છો તો ભારતના કાયદાનું પણ પાલન કરો: મંત્રી રવિશંકર પ્રસાદ

ટ્વિટર અને સરકાર વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ અને સંઘર્ષ થઇ રહ્યો છેે

Top Stories

કેન્દ્ર સરકાર અને ટ્વિટર વચ્ચેનો સંઘર્ષ ચાલુ છે અને તણાવ પ્રતિદિન વધી રહ્યો છે . હવે ફરી એકવાર કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે ટ્વિટર પર નિશાન સાધ્યું છે અને  બુધવારે કહ્યું કે યુએસ કોપીરાઇટ એક્ટના નામ હેઠળ ટ્વિટર દ્વારા તેમનું ટ્વિટર એકાઉન્ટ બંધ કરવામાં આવ્યું હતું . તેમણે વધુમાં કહ્યું કે તેમણે ભારતના કાયદાની પણ કાળજી લેવી જોઈએ, જ્યાં તમે કામ કરો છો અને પૈસા કમાવ છો.

ટ્વિટર અને સરકાર વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ અને સંઘર્ષ થઇ રહ્યો છેે.થોડા દિવસો પહેલા ભારતના કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદનો એકાઉન્ટ એક કલાક માટે બ્લોક કરી દેવામાં આવ્યું હતું અને કોગ્રેસના નેતા અને સંસદીય સમિતિના અધ્યક્ષ શશિ થરૂરનો પણ એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યો હતો તે બાદ પણ વિવાદ તો વકરી રહ્યો છે. ટ્વિટર લદાખ અને લેહને અલગ દેશનો નકશો  બતાવવા વિવાદ થયો હતો તેથી ટ્વિવટરને પોતાની ભૂલ સમજાતા તેમણે વેબસાઇટ પરથી આ નકશાે હટાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ભારતમાંં સરકાર અને ટ્વિટર વચ્ચે વિવાદ વધી રહ્યો છે.આઇટીના નિયમ અનુસાર ટ્વિટર અને સરકાર વચ્ચે ઘર્ષણ વધી રહ્યો છે.