ચીન/ છેવટે, ડોનાલ્ડ ટ્રમ્પની આ પ્રતિમા ચીનમાં કેમ ધૂમ મચાવી રહી છે ?

છેવટે, ડોનાલ્ડ ટ્રમ્પની આ પ્રતિમા ચીનમાં કેમ ધૂમ મચાવી રહી છે ?

Top Stories World
સ૩ 4 છેવટે, ડોનાલ્ડ ટ્રમ્પની આ પ્રતિમા ચીનમાં કેમ ધૂમ મચાવી રહી છે ?

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી ચર્ચામાં છે. પરંતુ આ વખતે તેઓ કોઈ કાર્યવાહી કે કોઈ નિવેદન માટે તેઓ હેડલાઇન્સમાં નથી, પરંતુ મામલો કંઈક બીજો જ છે. ખરેખર, ટ્રમ્પની મૂર્તિઓ હવે ચીનના બજારોમાં વેચાઇ રહી છે. આ મૂર્તિઓ બુદ્ધના રૂપમાં કોતરવામાં આવી છે.

ઇનસાઇડર ડોટ કોમના સમાચાર મુજબ બુદ્ધ તરીકે ટ્રમ્પની મૂર્તિઓ ચીનના ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ ધૂમ  વેચાઇ રહી છે. તમારી કંપનીને ફરીથી મહાન બનાવો સૂત્ર સાથે આ મૂર્તિઓ વેચાણ માટે મૂકવામાં આવી છે. ફુજિયન પ્રાંતમાં ફર્નિચર ઉત્પાદક દ્વારા પાંચ ફૂટ સિરામિક પ્રતિમાના ફોટા સાથેની પોસ્ટ શેર કરી હતી. પોસ્ટમાં લખ્યું છે કે જો તમને બુદ્ધ તરીકે યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સિરામિક પ્રતિમા જોઈએ છે, તો હવે તમારી પાસે તે ખરીદવાની તક છે.

લોકો મનોરંજન માટે ખરીદી કરે છે

મૂર્તિ વેચનાર કહે છે કે મોટાભાગના લોકોએ તે ફક્ત તેમના મનોરંજન માટે જ ખરીદ્યું છે. તેમણે કહ્યું કે આ મૂર્તિઓને લોકો પસંદ કરી રહ્યા છે અને તેની માંગ વધી રહી છે. માહિતી આપતાં વેચનારે કહ્યું કે તેણે ફક્ત 100 શિલ્પ બનાવ્યાં છે, પરંતુ તેને અપેક્ષા કરતા વધુ ઓર્ડર મળ્યાં છે અને તે સતત મળી રહે છે.

શુભેંદુની રાજકીય સફર / રાજકારણમાં દિક્ષા આપનાર દીદી પાસેથી શિક્ષા લેનારા શુભેંદુ અધિકારીની આવી છે કારકિર્દી

મૂર્તિ બે કદમાં ઉપલબ્ધ છે

વેચનારના જણાવ્યા પ્રમાણે, ડોનાલ્ડ ટ્રમ્પના આ સિરામિક શિલ્પો બે કદમાં ઉપલબ્ધ છે. આમાંના પ્રથમ પાંચ ફુટ છે, જેની કિંમત  153 ડોલર  (લગભગ 11 હજાર રૂપિયા) રાખવામાં આવી છે. તે જ સમયે, બીજી પ્રતિમાનું કદ લગભગ 14 ફુટ છે અને તેની કિંમત 613 ડોલર (લગભગ 44 હજાર રૂપિયા) રાખવામાં આવી છે. બેઇજિંગની એક વ્યક્તિ, લિ ગુઓકિયાંગ, જે એક નાની પેઢી ધરાવે છે, તેમણે જણાવ્યું હતું કે તેઓ નાના કદની પ્રતિમાની રાહ જોઈ રહ્યા છે જેથી તેઓ શક્ય તેટલી વહેલી તકે ઝિઓમીથી સરળતાથી મોકલી શકાય.

દીદીની જીતનો ટ્રેક રેકોર્ડ / બંગાળની ૧૦ ચૂંટણીઓમાંથી એક જ વાર હાર્યા છે મમતા ‘દીદી’, જુઓ તેમનો ટ્રેક રેકોર્ડ

લોકોએ આવા જવાબો આપ્યા:

ટ્રમ્પની પ્રતિમા ખરીદવાની ઇચ્છા ધરાવતા લીએ કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિમાને બુદ્ધ તરીકે જોઈને મને લાગ્યું કે તે ખૂબ જ હાસ્યજનક વસ્તુ તરીકે મારી ઓફિસમાં રાખી શકાય છે. તેમણે કહ્યું કે હું ટ્રમ્પની એક નાનકડી પ્રતિમાની રાહ જોઈ રહ્યો છું, એનો અર્થ એ નથી કે હું તેમનો ચાહક છું અને તેને ખરીદવા માંગું છું કારણ કે પ્રતિમામાં ટ્રમ્પ ખૂબ જ સરસ લાગે છે. પૂછવામાં આવ્યું કે તે મૂર્તિ ક્યાં મૂકશે, લીએ કહ્યું કે તેણે તેની ઓફિસના બીજા માળે બાથરૂમ કોરિડોરમાં તેના માટે જગ્યા બનાવી છે. તે જ સમયે, શાંઘાઇના એક ખરીદકે કહ્યું કે મેં ઓનલાઇન પ્લેટફોર્મ પરની મૂર્તિ જોઈને તરત જ તેને ખરીદી લીધું છે. ટ્રમ્પ અત્યંત અહંકારયુક્ત યુગના પ્રતિનિધિ તરીકે ઓળખાય છે અને હું ઇચ્છું છું કે આ પ્રતિમા મને ‘ટ્રમ્પ નહીં બનવાનું’ યાદ અપાવશે.