Not Set/ લોકસભા ચૂંટણી 2019: ચૂંટણીપંચ પ્રત્યેક મત માટે કરશે જંગી ખર્ચ

નવી દિલ્હી, સમગ્ર દેશમાં જ્યારે લોકશાહીના પર્વ સમી ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે આ વખતની લોકસભા ચૂંટણીના ખર્ચની સમીક્ષા પણ ધ્યાન દોરે એવી છે. તેનું કારણ આ લોકસભા ચૂંટણીમાં થનારો ખર્ચ છે. લોકસભાની ચૂંટણીમાં પ્રત્યેક વોટની એક કિંમત નક્કી થાય છે. આ વોટની કિંમત દરેક ચૂંટણીમાં ઉતરોઉતર વધી રહી છે તેવી માહિતી મળી રહી છે. […]

India
Election લોકસભા ચૂંટણી 2019: ચૂંટણીપંચ પ્રત્યેક મત માટે કરશે જંગી ખર્ચ

નવી દિલ્હી,

સમગ્ર દેશમાં જ્યારે લોકશાહીના પર્વ સમી ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે આ વખતની લોકસભા ચૂંટણીના ખર્ચની સમીક્ષા પણ ધ્યાન દોરે એવી છે. તેનું કારણ આ લોકસભા ચૂંટણીમાં થનારો ખર્ચ છે. લોકસભાની ચૂંટણીમાં પ્રત્યેક વોટની એક કિંમત નક્કી થાય છે. આ વોટની કિંમત દરેક ચૂંટણીમાં ઉતરોઉતર વધી રહી છે તેવી માહિતી મળી રહી છે. આ વર્ષની ચૂંટણીમાં અંદાજે 90 કરોડ મતદારો તેનો કિંમતી મત આપીને દેશનું ભાવી નક્કી કરશે. ઉલ્લેખનીય છે કે આ વખતનો ચૂંટણી ખર્ચ અમેરિકાના ચૂંટણી ખર્ચને પણ પાછળ રાખી દેશે.

ચૂંટણીપંચ કરે છે જંગી ખર્ચ

એક મતદારના મત પાછળ ચૂંટણીપંચ ખૂબ જ ખર્ચ કરે છે. અગાઉની લોકસભા ચૂંટણીમાં ચૂંટણીપંચે પ્રત્યેક મતદાર પાછળ રૂ.46 થી વધુ ખર્ચ કર્યો હતો. આ વર્ષે આ આંક તેનાથી વધી જાય તેવી શક્યતા છે. જણાવી દઇએ કે 1957 મા યોજાયેલી ચૂંટણીમાં ચૂંટણીપંચે રૂ.5.9 કરોડનો ખર્ચ કર્યો હતો. આ ખર્ચ અત્યારસુધીમાં થયેલી ચૂંટણીનો સૌથી ઓછો ખર્ચ છે. વર્ષ 2014 ની ચૂંટણીમાં ચૂંટણીપંચે રૂ.3870.35 કરોડનો ખર્ચ કર્યો હતો.

ખર્ચ ક્યાં કરાય છે?

ચૂંટણીપંચ મુખ્યત્વે ચાર કે પાંચ વસ્તુઓ પાછળ ખર્ચ કરે છે જેમાં ચૂંટણી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા, પોલિંગ સ્ટેશનની સ્થાપના, મતદાન તેમજ મત ગણતરી માટે ફરજ બજાવતા કર્મીઓનું ભથ્થું, અસ્થાયી ટેલિફોન લાઇનનું જોડાણ તેમજ મતદાન કર્યાના નિશાન તરીકે વપરાતી શાહી તેમજ અમોનિયા કાગળની ખરીદી જેવા ખર્ચનો સમાવેશ થાય છે.

90 કરોડ મતદારોના હાથમાં દેશનું ભાવી

આ વર્ષની લોકસભસા ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. જેમાં 11 એપ્રિલથી 19 મે સુધી સાત તબક્કા રહેશે. 23 મે રોજ ચૂંટણીનું પરિણામ દેશની દિશા નક્કી કરશે. ચૂંટણીમાં મતદારોની સંખ્યા અંગે વાત કરીએ તો પહેલી લોકસભા ચૂંટણીમાં મતદારો સંખ્યા 20 કરોડ હતી જે સંખ્યા વધીને વર્ષ 2019 માં 90 કરોડના આંકને પાર કરી ચૂકી છે. આ આંક અમેરિકા, બ્રાઝિલ અને ઇન્ડોનેશિયાની વસતી કરતાં પણ વધુ છે.