Not Set/ યુવતીઓ માટે ખુલ્લામાં ફરવુ બન્યુ નર્ક સમાન, વધુ એક યુવતી બની દુષ્કર્મનો ભોગ, બોયફ્રેન્ડ અને તેના મિત્રોએ મળી કર્યો…

છત્તીસગઢનાં બિલાસપુર જિલ્લામાં એક યુવતી સાથે ગેંગરેપ થઇ હોવાની ઘટના સામે આવી છે. શનિવારે મોડી રાત્રે યુવતી તેના મિત્ર સાથે પોલીસ સ્ટેશને પહોંચી હતી અને પોલીસને ઘટનાની જાણ કરી હતી. સુરગુજાની આ યુવતીએ જણાવ્યું કે મારા બોયફ્રેન્ડે અને તેના અન્ય બે સાથીઓએ મારી સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો. ત્રણેય મળીને પહેલા તેને ખૂબ મારી અને બાદમાં […]

Top Stories India
Gangrape યુવતીઓ માટે ખુલ્લામાં ફરવુ બન્યુ નર્ક સમાન, વધુ એક યુવતી બની દુષ્કર્મનો ભોગ, બોયફ્રેન્ડ અને તેના મિત્રોએ મળી કર્યો...

છત્તીસગઢનાં બિલાસપુર જિલ્લામાં એક યુવતી સાથે ગેંગરેપ થઇ હોવાની ઘટના સામે આવી છે. શનિવારે મોડી રાત્રે યુવતી તેના મિત્ર સાથે પોલીસ સ્ટેશને પહોંચી હતી અને પોલીસને ઘટનાની જાણ કરી હતી. સુરગુજાની આ યુવતીએ જણાવ્યું કે મારા બોયફ્રેન્ડે અને તેના અન્ય બે સાથીઓએ મારી સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો. ત્રણેય મળીને પહેલા તેને ખૂબ મારી અને બાદમાં તેના પર દુષ્કર્મ કરી ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા.

જ્યારે પીડિતાએ તેની મિત્રને ફોન દ્વારા આ ઘટનાની જાણ કરી, ત્યારે તે ઘટનાસ્થળે પહોચી અને બાદમાં તેને લઇને પોલીસ સ્ટેશન ગઈ હતી. આ ઘટના સરકંડા વિસ્તારમાં બની હતી. પોલીસે આ કેસમાં ત્રણેયની ધરપકડ કરી છે. મહિલા હાલ રાયપુરમાં ખાનગી નોકરી કરે છે. અહીં તેનો રાયપુર તેલીબંધાનાં જ માસૂમ બૈગ સાથે પરિચય થયો હતો. માસૂમ બેગનાં પિતા લાંબા સમય સુધી બિલાસપુરમાં રહ્યા હતા, તેથી તે અવારનવાર તેના જૂના મિત્રોનાં ઘરે આવતો હતો. યુવતી જ્યારે સરકારી ફોર્મ ભરવા બિલાસપુર આવી ત્યારે માસૂમ બેગ બિલાસપુરમાં જ હતો. માસૂમનાં કહેવા પર યુવતી રાત્રે લગભગ આઠ વાગ્યે નૂતન ચોક પાસે પહોંચી હતી. અહીંથી માસૂમ તેને મિત્રનાં ઘરે લઈ ગયો. માસૂમની સાથે શશીકાંત વૈષ્ણવ પણ રમેશ સાહુ પણ પહોંચ્યા હતા.

ત્યારબાદ ત્રણેય યુવકો ઘરની બહાર નીકળવાના બહાને યુવતી સાથે સ્કૂટીમાં નીકળ્યા હતા. અશોક નગર તરફ જતા રસ્તામાં સૂમસામ જગ્યાએ ગાડીને રોકવામાં આવી. અહીં યુવકે યુવતીને ધાકધમકી આપીને બનાવને અંજામ આપ્યો અને બાદમાં તેઓ ફરાર થઈ ગયા. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, અગાઉ શશીકાંત અને રમેશની ચોરીનાં કેસમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આખી રાત શોધખોળ ચાલુ રાખી દરમ્યાન ત્રણેય યુવકોની ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.