Not Set/ ગુજરાતમાં વધી રહેલી રેપની ઘટનાઓથી મહિલા આયોગે આખરે  ચિંતા વ્યક્ત કરી 

 ગુજરાત માં છેલ્લા 1 સપ્તાહ માં 3 જેટલી રેપ ની ઘટનાઓ ને લઈ મહિલાઓ માટે સેફ ગણાતા ગુજરાત ની મહિલાઓ માં ભય નો માહોલ   . ‘કવચ’ દ્વારા રાજ્યભર માં સ્કૂલ માં ભણતી વિધાર્થીની ઓને સેલ્ફ ડિફેન્સ ના ગુણો સાથે “ગુડ ટચ” ” બેડ ટચ” થી માહિતગાર કરવામાં આવશે  રાજ્યમાં વધતા નાની બાળકી ઓના શારીરિક શોષણ […]

Uncategorized
31kihun02 accki01bikeaccident.jp 1 ગુજરાતમાં વધી રહેલી રેપની ઘટનાઓથી મહિલા આયોગે આખરે  ચિંતા વ્યક્ત કરી 

 ગુજરાત માં છેલ્લા 1 સપ્તાહ માં 3 જેટલી રેપ ની ઘટનાઓ ને લઈ મહિલાઓ માટે સેફ ગણાતા ગુજરાત ની મહિલાઓ માં ભય નો માહોલ   .

‘કવચ’ દ્વારા રાજ્યભર માં સ્કૂલ માં ભણતી વિધાર્થીની ઓને સેલ્ફ ડિફેન્સ ના ગુણો સાથે “ગુડ ટચ” ” બેડ ટચ” થી માહિતગાર કરવામાં આવશે 

રાજ્યમાં વધતા નાની બાળકી ઓના શારીરિક શોષણ અને રેપ ની વધતી ઘટનાઓ ને લઈ રાજ્ય મહિલા બાળ આયોગ  દ્વારા  સુરક્ષિત દીકરી સુરક્ષિત ગુજરાત  “કવચ”  અંતર્ગત જે એમ ચૌધરી સર્વ  કન્યા વિદ્યાલય ગાંધીનગર  ખાતે  સ્કૂલ ની બાળકીઓમાં માટે અવેરનેસ કાર્યક્રમ યોજાયો જેમાં મહિલા બાળ વિકાસ  આયોગ ના અધ્યક્ષ લીલા બેન અંકોલીયા ખાસ હાજર રહી વિદ્યાર્થીનીઓ નો ઉત્સાહ વધાર્યો હતો સાથે ગુડ ટચ બેડ ટચ કેવી રીતે ઓળખવું   સહિત સેલ્ફ ડિફેન્સ માટે પણ તૈયાર રહેવાનું સંબોધન કર્યું હતું

કાર્યક્રમ બાદ મીડિયા સાથે વાત કરતા એમણે જણાવ્યું હતું કે આજે ગુજરાત રાજ્ય મહિલા આયોગ દ્વારા સમગ્ર દેશમાં અને સમગ્ર ગુજરાતમાં ગુજરાતની મહિલા  સુરક્ષિત રહે એ માટે આપણા માનનીય વડાપ્રધાન અને મુખ્યમંત્રીશ્રીએ અનેક આયામો કર્યા છે પરંતુ આપણે જોઈએ છીએ કે ક્યાંક ને કયાંક મહિલાઓ સાથે અણબનાવ બની રહ્યા છે ત્યારે મહિલાઓ દ્વારા કવચ પ્રોગ્રામનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે જે ગુજરાતની તમામ સ્કૂલોમાં 9 થી 12 ધોરણ ની દીકરીઓ ને સુરક્ષા પૂરી પાડવાનું કામ કરશે આ દીકરીને સેલ્ફ ડિફેન્સ સાથે ગુડ ટચ બેડ ટચ  ની તાલીમ આપવામાં આવશે  દરેક સ્કૂલ ની અંદર ત્રણ કલાકના ડેમો દ્વારા પ્રશિક્ષિત અધિકારીઓ દ્વારા  તાલીમ આપવામાં આવશે દીકરી બહાર જતી હોય ત્યારે કોઈ ના વાળ પકડી અને કોઈનો હાથ પકડે ત્યારે દીકરીઓ પોતે કેવી રીતે આ ઘટના માં  પોતાની જાતને સુરક્ષિત કરે એ તમામ બાબતો ઉપર આજે મહિલાઓ દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા અને પોલીસ દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે

જગ્યા કોઈ પણ હોય પણ દિકરી ઉપર આવી ઘટના બને ત્યારે મહિલા આયોગે રાજ્યના મુખ્યમંત્રીને મહિલાએ પણ મહિલાઓ માટે કામ કરી રહ્યા છે પણ ત્યાં એકાએક આવી બનતી ઘટનાઓ બની રહી છે જેમાં ઘરના સભ્યો દ્વારા કે ઘરના પાડોશમાં રહેતા લોકો પણ આવી ઘટનાઓ અને અંજામ આપી રહ્યા છે ત્યારે અમારી મહિલા આપનું શું માનવું છે કે સમાજે પણ સાથે જોડવા પડશે અને જ્યારે સમાજ જોડાશે ત્યારે  સુધાર આવશે અને આવી ઘટના ને  રોકી શકાશે

ઘરના કાકા ફુવા કે પડોશ માં રહેતા લોકો જ્યારે બાળકી ઉપર રેપની ઘટનાઓને અજામ આપતા હોય ત્યારે  ઘરની મહિલાઓએ પણ સાથ આપવો પડશે  અને જે પણ દીકરી  સાથે શોષણ થયું છે એની માહિતી મહિલા આયોગ અને પોલીસને આપી પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.