Not Set/ સોલા લૂંટકાંડમાં આરોપીઓ સાથે 3 હોમગાર્ડ સામેલ હોવાથી તેમને પાછળ બારણેથી કરાયા કેસ બહાર

અમદાવાદ. 28 જુલાઈ 2018. અમદાવાદના સોલામાં બનેલા લૂંટના બનાવમાં પોલીસ ભીનું સંકેલી રહી હોય તેવો ફરિયાદી દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ફરિયાદીએ લૂંટના આરોપસર પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પહેલા તો પોલીસે પાંચ જેટલા શખ્સોની ધરપકડ કરી હતી. પરંતુ તેમાં ત્રણ જેટલા પોલીસ હોમગાર્ડ હોવાનું સામે આવ્યું હતું. પરંતુ […]

Top Stories Ahmedabad Gujarat
64117071 સોલા લૂંટકાંડમાં આરોપીઓ સાથે 3 હોમગાર્ડ સામેલ હોવાથી તેમને પાછળ બારણેથી કરાયા કેસ બહાર

અમદાવાદ.
28 જુલાઈ 2018.

અમદાવાદના સોલામાં બનેલા લૂંટના બનાવમાં પોલીસ ભીનું સંકેલી રહી હોય તેવો ફરિયાદી દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ફરિયાદીએ લૂંટના આરોપસર પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પહેલા તો પોલીસે પાંચ જેટલા શખ્સોની ધરપકડ કરી હતી. પરંતુ તેમાં ત્રણ જેટલા પોલીસ હોમગાર્ડ હોવાનું સામે આવ્યું હતું. પરંતુ સવારે પોલીસ સ્ટેશનમાં માત્ર બે આરોપી ઝડપાયા હોવાની વિગતો સામે આવતા આ મામલે ત્રણ હોમગાર્ડના આરોપીઓને પોલીસે સાંઠગાઠ કરી પાછલા બારણેથી કેસની બહાર કરી દીધા હોવાની શંકા ઉપજી આવી છે. ફરિયાદીના વકીલે આરોપી હોમગાર્ડના હોવાને કારણે તેમને બચાવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.

જો વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા તેમના સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી તેવા ફરિયાદીના વકીલએ આરોપ લગાવ્યા છે.

અમદાવાદના સોલા વિસ્તારમાં લૂંટના બનાવને પગલે પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે. પકડાયેલા શખ્સો રાતના અંધારામાં બાઈક પર સવાર લોકોને ઉભા રાખીને લૂંટતા હતા તેવી હકીકત સામે આવી છે. તો બીજી તરફ જ્યાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે ત્યાં આરોપીના સગાંવહાલાં અને વકીલ પોલીસ પર આરોપ લગાવી રહ્યા છે કે પકડાયેલા બે યુવકો સાથે 3 હોમગાર્ડ જવાનો પણ સામેલ હતા. જેમના નામ વિગતવાર અનિલ ઠાકુર, મિતેષ દેસાઈ અને સુકેશ ચુનારા છે.

પરંતુ પોલીસે હોમગાર્ડ હોવાથી તેમને સાંઠગાંઠ કરીને પાછલા બારણેથી કેસની બહાર કરી દીધા હોવાની શંકા છે. જે બાબતનો આરોપ આરોપીના વકીલ દ્વારા કરવામાં આવી રહ્યો છે.