Not Set/ 2022ના આગમન સાથે જ નવા નિયમો બની શકે છે અમલી, નવા વર્ષે આ RULES પડી શકે છે લાગુ

વર્ષ-2021 પૂર્ણ અને નૂતન વર્ષ-2022નો પ્રારંભ 1-જાન્યુઆરી થી થશે. નૂતનવર્ષના પ્રારંભે દેશના નાગરિકો માટે કેન્દ્રસરકારે અનેકવિધ નવા નિયમો લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.

Top Stories Business
વર્ષ-2022
  • વર્ષ-2021 અલવિદા – વર્ષ-2022 આગમન
  • નવા નિયમ બની શકે અમલી
  • નાણાંકીય વ્યવહાર સહિત અનેક નવા નિયમ લાગુ
  • નવા નિયમને પ્રજાનો મિશ્ર પ્રતિસાદ
  • કેટલાંક નિયમ ગ્રાહકો માટે લાભદાયી
  • કેટલાંક નિયમ ગ્રાહકો માટે આર્થિક બોજો વધારશે
  • નૂતનવર્ષ-2022માં અનેક પડકાર

વર્ષ-2021 વિદાય થશે અને વર્ષ-2022 નું આગમન…નવી આશા અને નવા નિયમ લઇને આવશે…નૂતનવર્ષના પ્રારંભથી અમલી બનાનારા નવાનિયમ ગ્રાહકો માટે મિશ્ર પ્રતિસાદ સમા પુરવાર થશે. કેટલાંક નિયમથી ફાયદો તો કેટલાંક નિયમથી ગ્રાહકોના શિરે આર્થિક બોજો વધવા સહિતની સ્થિતિ સર્જાઇ શકે છે.

આ પણ વાંચો :સુરતમાં અલગ-અલગ બે વિદ્યાર્થિનીઓએ કર્યો આપઘાત, સુસાઇડ નોટમાં લખ્યું એવું કે…

વર્ષ-2021 પૂર્ણ અને નૂતન વર્ષ-2022નો પ્રારંભ 1-જાન્યુઆરી થી થશે. નૂતનવર્ષના પ્રારંભે દેશના નાગરિકો માટે કેન્દ્રસરકારે અનેકવિધ નવા નિયમો લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. નવા નિયમોના કારણે ગ્રાહકોને લાભ અને ગેરલાભ બંન્ને થઇ શકે એવી સ્થિતિનું સર્જન થયું છે. દરમિયાન કયા નિયમો લાગુ કરતાં ગ્રાહકો પર શું અસર થશે તે જોઇએ.

લોકસભામાં પસાર થયેલાં ચૂંટણી સુધારા બિલ મુજબ ચૂંટણીકાર્ડને આધારકાર્ડ સાથે લીંક કરવામાં આવશે. જો કે નિયમનો અમલ નાગરિકો માટે ફરજીયાત નહી હોવાનું જણાવાયું છે. પરંતુ દેશના નાગરિકો માટે ભારતીય નાગરિક્તા નિશ્ચિત કરવાની સાથે નાગરિકની વિગતો અંગે પણ કેન્દ્ર પાસે માહિતી રહેશે.

આ પણ વાંચો :  સુરતવાસીઓ માટે ચિંતાજનક સમાચાર, અઠવા ઝોનની સફાઈ કામદારને થયો કોરોના

મતદાર નોંધણી વર્ષમાં હાત માત્ર 1 જ વાર થાય છે. જે જાન્યુઆરીના પ્રારંભે 1 જાન્યુઆરી નિર્ધારિત થયેલી છે. હવે પરિવર્તિત નિયમ મુજબ મતદારનોંધણી માટે મતદારોને વધુ તક આપી 1-જાન્યુઆરી ઉપરાંત 1 એપ્રિલ- 1 જુલાઇ અને 1- ઓક્ટોબર નિર્ધારિત કરતાં મતદારોને નોંધણી માટે વધુ તક મળશે. જે લાભદાયી પુરવાર થશે. બાળક જન્મતાની સાથે જ આધારકાર્ડ બનાવી નાગરિક્તા આપવામાં આવશે. યુનિક આઇડેન્ટીફીકેશન ઓથોરીટી ઓફ ઇન્ડિયા નવજાતશિશુને આધારકાર્ડ આપવાની કાર્યવાહી કરશે. બેંક ગ્રાહકો માટે કરેલાં નવા નિયમ આ મુજબ છે.

બેંક ગ્રાહકો માટે લાગુ નિયમ

  • એચડીએફસી બેંકમાં 1 જાન્યુઆરી-2022 થી કાર્ડ સેવ સિસ્ટમ બંધ
  • વિઝા માસ્ટરકાર્ડ અને રૂપે હેતુ ગ્રાહકને આરબીઆઇ દ્વારા ટોકન બેંક માટે  મંજૂરી
  • ટોકનપ્રથાના કારણે ગ્રાહકોના ડેટાની ચોરી કે બેંક એકાઉન્ટની માહિતી ગુપ્ત રહેશે
  • -બેંક એકાઉન્ટમાંથી ગ્રાહક મહિનામાં  4 વખત આર્થિક વ્યવહાર વિનામૂલ્યે કરી શકશ ત્યારબાદ હવે ખાતામાંથી રકમ ઉપાડવા ચાર્જ રૂ.25 મુજબ ચૂકવવો રહેશે

નૂતનવર્ષ વર્ષ-2022 ના પ્રારંભે ડિઝલના વાહનો પર નિયંત્રણ અને રાત્રિ કરફ્યુની મુદત પણ હજી વધુ લાગુ કરવા અંગે નિર્ણય લેવાઇ શકે છે. એકંદર ગુજરાત સહિત દેશભરમાં કોરોના અને ઓનિક્રોમના કેસની વધતી જતી સંખ્યા છતાં આગામી કાર્યક્રમો યથાવત રહેતાં નાગરિકો માટે જોખમરૂપ થવાની સંભાવના નકારી શકાય એમ નથી. આ સંજોગોમાં કેન્દ્ર અને રાજ્ય નાગરિકોના હિતમાં નિયમનો અમલ કરે અને કરાવશે તો ત્રીજી લહેરથી બચી શકાશે..બાકી તો ત્રીજી લહેર આપને ગમે-ત્યારે ભરખી શકે…માટે સાવધાન…ત્રીજી લહેર સામે સંપૂર્ણ સાવધાન રહેવાનો સંકલ્પ કરીએ.. એસઓપીનું પાલન કરીએ અને કરાવીએ.

આ પણ વાંચો :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફીટ ઇન્ડિયા, ફીટ ગુજરાત સાયકલોથોને ફલેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું

આ પણ વાંચો :ગુજરાતમાં ઓમિક્રોન વિસ્ફોટ, આણંદ અને ખેડામાં નોંધાય આટલા કેસ

આ પણ વાંચો :અમદાવાદમાં 26થી 30 ડિસેમ્બર સુધી નદી મહોત્સવ ઉજવાશે,જાણો સમગ્ર કાર્યક્રમ….