Chinese spy ship/ ચીની ‘જાસૂસી જહાજ’ શ્રીલંકાથી છ દિવસ બાદ પરત ફર્યું

ચીનના જિયાંગ યિન બંદરે પહોંચશે. ભારતે એવી આશંકા વ્યક્ત કરી હતી કે જહાજ શ્રીલંકાના બંદરે જતા સમયે ભારતના સંરક્ષણ સ્થાપનો પર જાસૂસીનો પ્રયાસ કરી શકે છે

Top Stories World
7 36 ચીની 'જાસૂસી જહાજ' શ્રીલંકાથી છ દિવસ બાદ પરત ફર્યું

શ્રીલંકાની વિવાદાસ્પદ છ દિવસની મુલાકાત બાદ ચીનનું હાઇ-ટેક સંશોધન જહાજ સોમવારે પરત ફર્યું હતું. બેલેસ્ટિક મિસાઇલ અને સેટેલાઇટ ટ્રેકિંગ જહાજ ‘યુઆન વાંગ 5’ મૂળ 11 ઓગસ્ટના રોજ ચીન સંચાલિત હમ્બનટોટા બંદર પર આવવાનું હતું, પરંતુ ભારત દ્વારા વ્યક્ત કરાયેલી સુરક્ષા ચિંતાઓને પગલે શ્રીલંકાના સત્તાવાળાઓએ તેને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. તેના આગમનમાં વિલંબ થયો હતો.ચીનનું જહાજ 16 ઓગસ્ટના રોજ સ્થાનિક સમય અનુસાર સવારે 8:20 વાગ્યે દક્ષિણ શ્રીલંકાના હમ્બનટોટા બંદરે પહોંચ્યું હતું અને ત્યાં જ રોકાયું હતું. પોર્ટ માસ્ટર નિર્મલ સિલ્વાએ અહીં પત્રકારોને જણાવ્યું હતું કે જહાજ સ્થાનિક સમય અનુસાર સાંજે 4 વાગ્યે બંદરથી રવાના થયું હતું.

અધિકારીઓએ જણાવ્યું કે તે ચીનના જિયાંગ યિન બંદરે પહોંચશે. ભારતે એવી આશંકા વ્યક્ત કરી હતી કે જહાજ શ્રીલંકાના બંદરે જતા સમયે ભારતના સંરક્ષણ સ્થાપનો પર જાસૂસીનો પ્રયાસ કરી શકે છે. જો કે ચીને આ આશંકાઓને ફગાવી દીધી હતી.