Taiwan/ ચીની સેનાએ તાઇવાન સરહદ પર 71 એરક્રાફટ અને 7 જહોજો મોકલતા તણાવભરી સ્થિતિ

 ચીન અને તાઈવાન (China and Taiwan) વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ અટકવાનું નામ નથી લઈ રહ્યો. છેલ્લા 24 કલાકમાં ચીની સેનાએ 71 એરક્રાફ્ટ અને સાત જહાજોને તાઈવાન તરફ બળ પ્રદર્શન માટે મોકલ્યા છે

Top Stories World
chinese army

chinese army :    ચીન અને તાઈવાન (China and Taiwan) વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ અટકવાનું નામ નથી લઈ રહ્યો. છેલ્લા 24 કલાકમાં ચીની સેનાએ 71 એરક્રાફ્ટ અને સાત જહાજોને તાઈવાન તરફ બળ પ્રદર્શન માટે મોકલ્યા છે. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે આ માહિતી આપી છે. ચીને તાઈવાન તરફ જે વિમાન મોકલ્યું તેમાં 18 J-16 ફાઈટર એરક્રાફ્ટ, 11 J-1 ફાઈટર એરક્રાફ્ટ, છ Su-30 ફાઈટર એરક્રાફ્ટ અને ડ્રોન સામેલ છે.

શનિવારે પસાર થયેલા યુએસના વાર્ષિક સંરક્ષણ ખર્ચ   ( annual defense cost) બિલમાં તાઈવાન સાથે સંબંધિત જોગવાઈઓ પર ચીને ગુસ્સો વ્યક્ત કર્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. સ્વશાસિત તાઈવાન પર ચીનનું (chinese army) લશ્કરી દમન કંઈ નવી વાત નથી. ચીન તાઈવાનને પોતાનું હોવાનો દાવો કરે છે. તે કહે છે કે આ તેનો પોતાનો પ્રદેશ છે. તાઈવાનના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, રવિવારના સવારે 6 વાગ્યાથી સોમવારના સવારે 6 વાગ્યાની વચ્ચે, 47 ચીની વિમાનોએ તાઈવાન સ્ટ્રેટની મધ્યમાં પ્રવેશ કર્યો, એક અનૌપચારિક સરહદ જે એક સમયે બંને પક્ષો દ્વારા સ્પષ્ટપણે સ્વીકારવામાં આવી હતી.દક્ષિણ ચીન સમુદ્ર વિવાદમાં અમેરિકા તાઇવાનને મજબૂત ટેકો આપે છે. ચીન આ બાબતને પોતાની વન ચાઇના નીતિ અને આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલંઘન સમજે છે. ચીન હંમેશા ચેતવણી આપતું રહે છે કે  જે દેશ તાઇવાનનું સમર્થન કરશે તે ચીનના 1.44 અબજ લોકોના નજરમાંથી ઉતરી જશે અને પરીણામો ભોગવવા પણ તૈયાર રહેવું પડશે.

તાઇવાનની સ્થાપના (establishment of taiwan)

ઇસ 1642 ના કોલોનિયલકાળમાં તાઇવાન પર હોલેન્ડનો કબ્જો હતો. ત્યાર પછી ચીનમાં મિંગ વંશનું પતન થતા મંચુઓના ચિંગ રાજવંશનું 1683 થી 1895 સુધી તાઇવાન પર શાસન રહયું હતું. 1895માં જાપાને ચીનને પરાજય આપતા તાઇવાન જાપાનના હાથમાં આવ્યું હતું. બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની હાર થતા અમેરિકા અને બ્રિટને તાઇવાનને ચીનના મોટા રાજનેતા અને મિલિટરી કમાંડર ચિયાંગ કાઇ શેકને સોંપવાનું નકકી કર્યુ હતું.

1949 માં ચીનમાં ચિયાંગ કાંઇ શેક અને કમ્યૂનિસ્ટ સમર્થકો વચ્ચે ગૃહયુધ્ધ ફાટી નિકળ્યું હતું. માઓત્સે તુંગના નેતૃત્વમાં ક્મ્યૂનિસ્ટોએ ચિયાંગ કાઇ શેકના નેતૃત્વવાળી રાષ્ટ્રવાદી કુઓમિંગતાંગ પાર્ટીને પરાજીત કરતા ચિયાંગ કાંઇ શેક ચીનથી ભાગીને તાઇવાન આવ્યા હતા. એ સમયનું રાંકડુ ચીન તાઇવાન સામે મોટી કાર્યવાહી કરી શકે તેવી સ્થિતિમાં ન હતું.

તાઇવાનમાં રિપબ્લીક ઓફ ચાઇના(આરઓસી) ની સ્થાપના થઇ જયારે સામ્યવાદીઓએ પીપલ્સ રિપબ્લીક ઓફ ચાઇના (પીઆરસી) ની સ્થાપના કરી હતી. આ બંને પક્ષો પોતે દુનિયામાં પૂર્ણ ચીનનું પ્રતિનિધિત્વ કરતા હોવાનો દાવો કરતા રહયા હતા. શિતયુદ્ધના સમયમાં તાઇવાન અને ચીનના મુદ્વે દુનિયા વહેચાયેલી રહી પરંતુ અમેરિકા સતત તાઇવાનની પડખે રહયું હતું

1970થી 1980   દાયકો તાઇવાન માટે કપરાકાળ સમો બની રહયો હતો. ચીન (પીઆરસી)માં ડેંગ શિયાઓપિંગે ચીનનું શાસન સંભાળ્યા પછી એક દેશ બે પ્રણાલી (one Nation two system) અમલમાં મુકી હતી. દુરંદેશી ડેંગની આ યોજનાનો હેતું ચીન અને તાઇવાનનું એકિકરણ કરવાનો હતો

Gujarat Election/‘ગુજરાત ભાજપનો ગઢ હતો, છે અને રહેશે’, અમિત શાહની ઐતિહાસિક જીત પર ગર્જના