Not Set/ મુંબઇની આગ : 10 વર્ષની સ્ટુડન્ટએ બચાવી અનેકોની જીંદગી, સ્કુલમાં શીખેલી સેફ્ટી ટીપ્સ કામ લાગી

મુંબઇ, સામાન્ય રીતે બાળકોને શાળાએ જવું ગમતું નથી હોતું અથવા એક જ દલીલ હોય છે કે હું જે ભણું છુ એ મને રીયલ લાઇફમાં ક્યાંય કામ લાગતું નથી. આવી દલીલો કરનારા બાળકોને એક 10 વર્ષની વિદ્યાર્થીનીને જવાબ આપ્યો છે. મુંબઈની 10 વર્ષની છોકરી જેન એ શાળામાં શીખવવામાં આવેલી ફાયર સેફટી ટીપ્સનો ઉપયોગ કરીને પોતાનાં પરિવારના […]

Top Stories
mumbai fire મુંબઇની આગ : 10 વર્ષની સ્ટુડન્ટએ બચાવી અનેકોની જીંદગી, સ્કુલમાં શીખેલી સેફ્ટી ટીપ્સ કામ લાગી

મુંબઇ,

સામાન્ય રીતે બાળકોને શાળાએ જવું ગમતું નથી હોતું અથવા એક જ દલીલ હોય છે કે હું જે ભણું છુ એ મને રીયલ લાઇફમાં ક્યાંય કામ લાગતું નથી.

આવી દલીલો કરનારા બાળકોને એક 10 વર્ષની વિદ્યાર્થીનીને જવાબ આપ્યો છે. મુંબઈની 10 વર્ષની છોકરી જેન એ શાળામાં શીખવવામાં આવેલી ફાયર સેફટી ટીપ્સનો ઉપયોગ કરીને પોતાનાં પરિવારના લોકોની અને પડોશીઓની જિંદગી સુરક્ષિત કરી હતી.

6ઠ્ઠા ધોરણમાં ભણતી ઝેન ગુણરતન સદવર્તેએ તેના સ્કુલ ટીચર પાસેથી આગ સમયે કેવી સમયસુચકતા વાપરવી તેના પાઠ શીખ્યા હતા. ઝેને શીખેલા આ લેસનના કારણે ઘણાંની જીંદગી બચી ગઇ હતી.

બુધવારે  મુંબઈના પરેલ વિસ્તારમાં આવેલાં ક્રિસ્ટલ ટાવરના બારમાં માળે આગ લાગી હતી. આ ઘટનામાં ચાર લોકો મૃત્યુ પામ્યા છે જયારે ૧૬ લોકો ઘાયલ થયાં છે જેઓનો અત્યારે હોસ્પીટલમાં ઈલાજ થઇ રહ્યો છે. આ ટાવર હિંદમાતા સિનેમાની નજીક છે જ્યાં લગભગ ૧૦૦ જેટલાં પરિવાર રહે છે.  આગ લાગ્યા બાદ ઘણાં લોકો ટાવરના બે માળ પર ફસાઇ ગયા હતા અને આ લોકોને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. આગ બુઝાવવા માટે ૧૪ ફાયર બ્રિગેડની ગાડીઓ પહોચી ગઈ હતી અને ફાયર ફાઈટર્સ આગને કાબુ કરવાના કામમાં લાગી ગઈ હતી અને આગ કાબુમાં આવી ગઈ હતી.

આગ લાગ્યા બાદ ઝેન તરતજ આગના સ્થળે પહોંચી હતી. આ હિમ્મતવાન બાળકીએ કહ્યું હતું કે આગ લાગ્યા બાદ હું બધાંને ગેલેરીમાં લઇ ગઈ હતી અને મેં એર પ્યુરીફાયર વાપરવાનું કહ્યું. ત્યારબાદ અમે ભીનો રૂમાલ પોતાનાં મોઢા પર રાખ્યો અને એર પ્યુરીફાયર સામે પોતાનું મોઢું રાખ્યું અને પછી અમે સામાન્ય રીતે શ્વાસ લઇ શકતા હતા. બાળકીએ લોકોને ન ગભરાવા માટે કહ્યું અને શ્વાસ લેવા માટે ભીના રૂમાલનો ઉપયોગ કરવા માટે કહ્યું હતું. આવી રીતે 10 વર્ષની બાળકીએ શાળામાં કહેવામાં આવેલી સેફટી ટીપ્સને યાદ કરીને ૧૩ લોકોનાં જીવ બચાવ્યા હતા.

જયારે ફાયર ફાઈટર્સે લોકોને નીચે આવા માટે કહ્યું એ સમયે આ બાળકીએ શું કર્યું હતું એ વિષે વાત કરતા એણે કહ્યું  કે , મેં ફોન લીધો અને કહ્યું કે અમે નીચે નહી આવી શકીએ કારણકે એનાથી ગભરાટ વધી જશે અને એને કારણે અમે નોર્મલી શ્વાસ લઇ શકશું નહી.

ઝેન જ્યારે ત્રીજા ધોરણમાં હતી ત્યારે તેણે ખાસ વિષય તરીકે ડિઝાસ્ટર મેનેજમેન્ટને પસંદ કર્યો હતો. જો કે તેણે કરેલું રિસર્ચ સચવાયું છે કે નહીં તેની તેને જાણ નથી. ઝેન કહે છે કે અમે જે શીખ્યું તે અહીં કામ લાગ્યું છે અને લોકોની જીંદગી બચી છે.