News/ PM મોદીએ ગુજરાતના એક ટ્રાન્સપોર્ટરને આપ્યો ઠપકો,  જાણો શું કારણ હતું..?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ગુજરાતના ભાવનગરમાં એક ટ્રાન્સપોર્ટરને ૬ ટ્રક વચ્ચે ૧૨ ડ્રાઈવરની નિમણુક કરવાની જગ્યાએ માત્ર ૮ આઠ ડ્રાઇવરની નિમણૂક કરવા બદલ ઠપકો આપ્યો હતો. કોન્ફરન્સ દ્વારા લોકો સાથેની વાતચીત દરમિયાન તેઓએ કહ્યું હતું કે વધુ પડતા ડ્રાઇવિંગ સ્ટ્રેસ ને કારણે અકસ્માતનું પ્રમાણ વધે છે.

Top Stories India
melania 2 PM મોદીએ ગુજરાતના એક ટ્રાન્સપોર્ટરને આપ્યો ઠપકો,  જાણો શું કારણ હતું..?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ગુજરાતના ભાવનગરમાં એક ટ્રાન્સપોર્ટરને ૬ ટ્રક વચ્ચે ૧૨ ડ્રાઈવરની નિમણુક કરવાની જગ્યાએ માત્ર ૮ આઠ ડ્રાઇવરની નિમણૂક કરવા બદલ ઠપકો આપ્યો હતો. કોન્ફરન્સ દ્વારા લોકો સાથેની વાતચીત દરમિયાન તેઓએ કહ્યું હતું કે વધુ પડતા ડ્રાઇવિંગ સ્ટ્રેસ ને કારણે અકસ્માતનું પ્રમાણ વધે છે.

Jammu Kashmir / અહીં થા છે વિશ્વનો સૌથી મોંઘો પાક, પરંતુ એ પણ હવે છે જોખમમાં…

ભાવનગરના પરિવહન ઉદ્યોગપતિ આસિફ સોલંકીએ વાતચીત દરમિયાન મોદીને કહ્યું હતું કે નવી ફેરી સર્વિસથી તેમને ઘણો ફાયદો થશે કારણ કે તેનાથી મુસાફરીનો સમય ઓછો થશે અને જ્યારે ડ્રાઇવર સમુદ્ર દ્વારા પરિવહન કરવામાં આવે ત્યારે આરામ કરી શકશે. મોદીએ સોલંકીને પૂછ્યું કે તેમણે કેટલા ડ્રાઈવરો નિયુક્ત કર્યા છે, જેના જવાબમાં તેમણે જવાબ આપ્યો કે તેમની પાસે આઠ ડ્રાઇવર છે.

USA / ડોનાલ્ડ ટ્રમ્પને વધુ એક ફટકો, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પરાજય બ…

આ પછી મોદીએ પૂછ્યું કે તેમની પાસે કેટલી ટ્રક છે. સોલંકીએ જવાબ આપ્યો કે તેની પાસે છ ટ્રક છે. પીએમ મોદીએ કહ્યું કે, આ વાજબી નથી. તમારી પાસે છ ટ્રક માટે 12 ડ્રાઇવરો હોવા આવશ્યક છે. તમે ડ્રાઇવરો પાસેથી ખૂબ કામ લઈ રહ્યા છો. એવું ન થવું જોઈએ. સોલંકીએ કહ્યું હતું કે ફેરી સર્વિસ બાદ તેને વધુ ડ્રાઇવરોની જરૂર નહીં પડે. આ પછી મોદીએ જવાબ આપ્યો કે આ સેવા આજથી શરૂ થઈ છે.

પીએમ મોદીએ કહ્યું, “હકીકતમાં  વાત એ છે કે જ્યારે ડ્રાઈવરો વાહન ચલાવતાં ઘણાં લાંબા સમય માટે વાહન ચલાવે છે, ત્યારે તેઓ સૂઈ જાય છે, જે અકસ્માતનું કારણ બની શકે છે અને તમે જે કમાયું છે તે આ અકસ્માતને કારણે દૂર થઈ જશે.” વડાપ્રધાને સોલંકી પાસેથી વધુ ડ્રાઇવરોની નિમણૂક કરવાનું વચન લીધું હતું. પીએમ મોદીએ મજાકમાં કહ્યું કે જો સોલંકી વધુ ટ્રક ખરીદવાની તેમની યોજના વિશે કહેશે તો આવકવેરા વિભાગ તેમના પર દરોડા પાડશે નહીં.

હકીકતમાં, મોદીએ ટ્રાન્સપોર્ટરને સવાલ કર્યો કે શું તેની પાસે વધુ ટ્રક ખરીદવાની યોજના છે, જે સાંભળીને સોલંકી હસી ગયા. પીએમ મોદી સોલંકીને હસતા જોઈને બોલ્યા. વીડિયો કોન્ફરન્સ દરમિયાન વડા પ્રધાને સુરત અને ભાવનગરની જનતા સાથે રો-પેક્સ ફેરી સર્વિસના જીવન પરના પ્રભાવ વિશે વાત કરી હતી. પીએમ મોદીએ રવિવારે ભાવનગર જિલ્લાના સુરત નજીકના હાજીરાથી ઘોઘા સુધીની રો-પેક્સ ફેરી સર્વિસનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ અગાઉ વડા પ્રધાન કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલા એક પ્રકાશનમાં કહેવામાં આવ્યું હતું કે ભાવનગર અને સુરત વચ્ચેના માર્ગ દ્વારા 5 375 કિલોમીટર લાંબી રસ્તે પ્રવાસ કરવો પડ્યો હતો, પરંતુ આ સેવા શરૂ થતાં હવે દરિયાઈ માર્ગથી અંતર ઘટાડીને 90 કિ.મી. જ થઇ જશે. મુસાફરીનો સમય 10-12 કલાકથી ઘટાડીને લગભગ ચાર કલાક જેટલો થશે.