Supreme Court/ મુખ્ય ન્યાયાધીશ પ્રસન્ના બી. વરાલેએ સર્વોચ્ચ અદાલતના જજ તરીકે લીધા શપથ

સર્વોચ્ચ અદાલત કોલેજીયમે મહિનાની શરૂઆતમાં તેમના નામની ભલામણ કરી હતી. કોલેજીયમનું કહેવું છે કે તેઓ સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશોમાંના એક છે. તે અનુસૂચિત જાતિમાંથી આવનારા એકમાત્ર ન્યાયાધીશ છે. જ્યારે સર્વોચ્ચ અદાલતમાં એ..

Top Stories India
YouTube Thumbnail 2024 01 25T144929.325 મુખ્ય ન્યાયાધીશ પ્રસન્ના બી. વરાલેએ સર્વોચ્ચ અદાલતના જજ તરીકે લીધા શપથ

New Delhi News: સર્વોચ્ચ અદાલત (Supreme Court)ના મુખ્ય ન્યાયાધીશે કર્ણાટક હાઈકોર્ટ (Karnataka HighCourt) ના મુખ્ય ન્યાયાધીશ પ્રસન્ના બી. વરાલેને આજે ગુરૂવારે જજ તરીકે સુપ્રિમ કોર્ટમાં શપથ લેવડાવ્યા છે. તેની સાથે જ સીજેઆઈ (CJI)સહિત જજની કુલ સંખ્યા 34 થઈ ગઈ છે. પ્રસન્ના બી. વરાલેના નામની મહોર બુધવારે કેન્દ્રીય કાયદા અને ન્યાય રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલે ટ્વિટર પર એક પોસ્ટમાં આ માહિતી આપી હતી.

સર્વોચ્ચ અદાલત કોલેજીયમે (Collegium) મહિનાની શરૂઆતમાં તેમના નામની ભલામણ કરી હતી. કોલેજીયમનું કહેવું છે કે તેઓ સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશોમાંના એક છે. તે અનુસૂચિત જાતિ (Schedule Caste)માંથી આવનારા એકમાત્ર ન્યાયાધીશ છે. જ્યારે સર્વોચ્ચ અદાલતમાં એ ત્રીજા જજ હશે. તેમાં બે ન્યાયમૂર્તિ બી.આર.ગવઈ અને ટી.રવિ કુમાર છે. જસ્ટિસ પ્રસન્નાની નિમણૂક ડિસેમ્બર 2023માં જસ્ટિસ સંજય કિશન કૌલની નિવૃત્તિથી ખાલી પડેલી જગ્યા ભરવામાં આવશે. 

જસ્ટિસ પ્રસન્ના વરાલે ઑક્ટોબર 2022થી કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે. અહીં તેઓ જાહેર હિતની ઘણી બાબતોમાં સુઓ મોટુ સંજ્ઞાન (Suo Moto Cognizance) લેવા માટે જાણીતા છે. કર્ણાટક હાઈકોર્ટના વકીલો તેમને ડાઉન ટુ અર્થ અને સામાન્ય માણસના હિતમાં કામ કરતા ગણાવે છે. કર્ણાટક હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે તેમની નિમણૂક પહેલા, ન્યાયમૂર્તિ પ્રસન્નાએ 14 વર્ષ સુધી બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે સેવા આપી હતી. બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે, તેમની આગેવાની હેઠળની બેંચોએ જાહેર હિતમાં સુઓ મોટુ કેસો શરૂ કર્યા હતા.

કોલેજીયમ રિઝોલ્યુસન (Collegium Resolution) મુજબ, સુપ્રિમ કોર્ટ હવે ન્યાયાધીશો (Judges)ની પૂરી શક્તિઓ (Power) સાથે કાર્ય કરશે. વર્ષ 2023માં 52,191 કેસોનો નિકાલ કરી તેમની વિશિષ્ટતા દેખાડી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ