NEPAL/ રામ ચંદ્ર પૌડેલ પડોશી દેશ નેપાળના બન્યા નવા રાષ્ટ્રપતિ, બમણાથી વધુ મતોથી જીત્યા

રામ ચંદ્ર પૌડેલ નેપાળના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પૌડેલે 33,802 મત મેળવ્યા હતા, જ્યારે તેમના પ્રતિસ્પર્ધી સુભાષ ચંદ્ર નેમ્બવાંગે 15,518 મત મેળવ્યા હતા. નેપાળના ચૂંટણી…

Top Stories World
Ram Chandra Paudel

Ram Chandra Paudel: રામ ચંદ્ર પૌડેલ નેપાળના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પૌડેલે 33,802 મત મેળવ્યા હતા, જ્યારે તેમના પ્રતિસ્પર્ધી સુભાષ ચંદ્ર નેમ્બવાંગે 15,518 મત મેળવ્યા હતા. નેપાળના ચૂંટણી કમિશનરે આ માહિતી આપી હતી. મળતી માહિતી મુજબ વર્તમાન રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીનો કાર્યકાળ 12 માર્ચે સમાપ્ત થઈ રહ્યો છે. ચૂંટણી પંચના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અગાઉ અહીં સંસદ ભવનમાં ગુરુવારે સવારે 10 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી મતદાન થયું હતું. આ પછી પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.

રામ ચંદ્ર પૌડેલે નેપાળી કોંગ્રેસ અને CPN સહિત આઠ પક્ષોના ગઠબંધનમાંથી 214 સાંસદો અને 352 પ્રાંતીય વિધાનસભા સભ્યોના મત મેળવ્યા હતા. નેપાળી કોંગ્રેસના પ્રમુખ શેર બહાદુર દેઉબાએ ટ્વીટ કર્યું કે મારા મિત્ર રામ ચંદ્ર પૌડેલને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ હાર્દિક અભિનંદન. ચૂંટણી પંચના પ્રવક્તા શાલિગ્રામે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 518 પ્રાંતીય એસેમ્બલી સભ્યો અને ફેડરલ સંસદના 313 સભ્યોએ મતદાન કર્યું હતું. 2008માં પ્રજાસત્તાક બન્યા બાદ નેપાળમાં આ ત્રીજી રાષ્ટ્રપતિની ચૂંટણી છે. નેપાળની સૌથી મોટી પાર્ટી નેપાળી કોંગ્રેસે સંસદમાં તેના વરિષ્ઠ નેતા રામ ચંદ્ર પૌડેલને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા છે. પૌડ્યાલની ઉમેદવારી નેપાળી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શેર બહાદુર દેઉબા, યુનિફાઈડ સોશિયાલિસ્ટ પ્રમુખ માધવ કુમાર નેપાળ, સીપીએન-માઓવાદી કેન્દ્રના વરિષ્ઠ ઉપાધ્યક્ષ નારાયણ કાજી શ્રેષ્ઠા, જનતા સમાજવાદી પાર્ટી ફેડરલ કાઉન્સિલના પ્રમુખ અશોક રાય અને જનમત પાર્ટીના પ્રમુખ અબ્દુલ ખાન દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવી હતી.

નેપાળી કોંગ્રેસના ઉમેદવાર અને પક્ષના વરિષ્ઠ નેતા રામ ચંદ્ર પૌડેલને આઠ પક્ષોએ ટેકો આપ્યો હતો. જેમાં વડાપ્રધાન પ્રચંડની પાર્ટી પણ સામેલ હતી. જ્યારે સીપીએન-યુએમએલના ઉમેદવાર સુભાષ ચંદ્ર નેમ્બાંગ તેમના પોતાના પક્ષ સિવાય માત્ર અપક્ષ ઉમેદવારોને સમર્થન આપે તેવી અપેક્ષા હતી. નેપાળની ઈલેક્ટોરલ કોલેજમાં 884 સભ્યો છે, જેમાંથી 275 લોકસભામાંથી અને 59 રાજ્યસભામાંથી અને 550 સાત પ્રાંતીય એસેમ્બલીમાંથી છે. સંસદ સભ્યના એક મતનું વજન 79 છે અને પ્રાંતીય એસેમ્બલીના એક મતનું વજન 48 છે. આ રીતે જો તમામ સભ્યો મતદાન કરે તો ઈલેક્ટોરલ કોલેજના કુલ મત 52,786 થશે. રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા માટે ઉમેદવારને આ મતોમાંથી સૌથી વધુ મત મેળવવાના હોય છે. રાજાશાહી તરફી ગણાતી પાર્ટી રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ નહીં લે અને પાર્ટીએ ચૂંટણીમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો: Stock Market Down/ બજારમાં ફરી પાછો મંદીવાળાઓનો કબ્જોઃ સેન્સેક્સ 542 પોઇન્ટ ઘટી 60,000ની નીચે ઉતર્યો

આ પણ વાંચો: IMD Weather Update/ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને 12 માર્ચથી 14 માર્ચ સુધી ભારે વરસાદની આગાહી

આ પણ વાંચો: Karnataka Election 2023/ કોંગ્રેસના શાસનમાં ઓછી વીજળીના કારણે વસ્તી વધી, કર્ણાટકમાં કેન્દ્રીય મંત્રીનું વિવાસ્પદ નિવેદન