Not Set/ લોકસભાની ચૂંટણીના સંદર્ભે ગુજરાત BJP ના સાંસદોની સમીક્ષા બેઠક

લોકસભાની વર્ષ ૨૦૧૯માં યોજાનારી સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને ગુજરાત BJP ના સાંસદોની રવિવારે ગાંધીનગરમાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સાંસદોની ચાર વર્ષની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ સમીક્ષાના આધારે આગામી લોકસભાની ચૂંટણીમાં ટિકિટનું વિતરણ કરવામાં આવશે. આ બેઠકમાં એલ. કે. અડવાણી, પરેશ રાવલ અને પ્રભાતસિંહ ચૌહાણ ગેરહાજર રહ્યા હતા. બેઠકમાં સાંસદોની ચાર વર્ષની કામગીરીની કરાઈ […]

Top Stories Ahmedabad Gujarat Trending Politics
Gujarat BJP MPs review meeting for loksabha election

લોકસભાની વર્ષ ૨૦૧૯માં યોજાનારી સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને ગુજરાત BJP ના સાંસદોની રવિવારે ગાંધીનગરમાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સાંસદોની ચાર વર્ષની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ સમીક્ષાના આધારે આગામી લોકસભાની ચૂંટણીમાં ટિકિટનું વિતરણ કરવામાં આવશે. આ બેઠકમાં એલ. કે. અડવાણી, પરેશ રાવલ અને પ્રભાતસિંહ ચૌહાણ ગેરહાજર રહ્યા હતા.

બેઠકમાં સાંસદોની ચાર વર્ષની કામગીરીની કરાઈ સમીક્ષા

.ગાંધીનગર નજીક આવેલ ભાજપના પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે ગુજરાત ભાજપના સાંસદોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પ્રદેશ ભાજપ  પ્રમુખ જીતુ વાઘાણી, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના પદાધિકારીઓ અને સાંસદો ઉપસ્થિત રહ્યા છે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ બેઠકમાં ગુજરાતના તમામ સાંસદ સભ્યોએ છેલ્લા ચાર વર્ષમાં કરેલી પોતાની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ સમીક્ષાના આધારે તેમની કામગીરી અને તેમના મત વિસ્તારમાં તેમના પ્રભુત્વ અંગેનો વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. સાંસદોની કામગીરીની સમીક્ષાનો આ રિપોર્ટ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને મોકલી આપવામાં આવશે.

કામગીરીની સમીક્ષાનો રિપોર્ટ તૈયાર કરાશે 

આ રિપોર્ટને આધારે તેમને આગામી વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી માટે તેમને ટિકીટની ફાળવણી કરવી કે નહીં, તે નક્કી કરવામાં આવશે. આ રિપોર્ટમાં જે સાંસદોની કામગીરી નબળી જણાશે અથવા જે સાંસદો પ્રત્યે તેમના મત વિસ્તારમાં લોકોમાં વધુ રોષ જોવા મળશે તેમની ટિકીટ કાપવામાં આવે તેવી સંભાવનાઓ બળવત્તર બની રહી છે.

આ અંગે સૂત્રોના જણાવ્યા મુજબ  ગુજરાત ભાજપના લોકસભામાં ચૂંટાયેલા તમામ સાંસદોની કામગીરીની સમીક્ષા માટે યોજાયેલી આ બેઠકમાં ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં લોકસભામાં ચૂંટાયેલા સાંસદોએ પોતાના વિસ્તારમાં કરેલી કામગીરીની તેમજ તેમના વિસ્તારના મતદારોમાં તેમની લોકચાહના અંગેની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત સાંસદો દ્વારા તેમના વિસ્તારમાં લેવાયેલા દત્તક ગામ વતર્માન પરિસ્થિતિ અંગેની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ લીધેલા દત્તક ગામમાં નહીવત વિકાસ થયો હોવા અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત ચૂંટાયેલા લોકસભાના સાંસદોના દત્તક ગામોમાં નહીવત વિકાસ થયોનો મુદ્દો પણ ઉખળ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ બેઠકમાં ગુજરાતના તમામ લોકસભાના સાંસદોની કામગીરીની સમીક્ષાના આધારે તેમનું રિપોર્ટ કાર્ડ તૈયાર કરવામાં આવશે. આ રિપોર્ટ કાર્ડના આધારે આગામી વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં રિપીટ કરવા કે નહીં તે અંગેનો નિર્ણય દિલ્હી હાઈકમાન્ડ દ્વારા કરવામાં આવશે.

ત્રણ સાંસદો રહ્યા ગેરહાજર

આ બેઠકમાં ગુજરાતમાંથી ચૂંટાયેલા લોકસભાના ૨૬ સાંસદોમાંથી ત્રણ સાંસદો ગેરહાજર રહ્યા હતા. જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ગાંધીનગરના સાંસદ લાલકૃષ્ણ અડવાણી, અમદાવાદ પૂર્વ બેઠકના સાંસદ પરેશ રાવલ અને પંચમહાલ બેઠકના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ ગેરહાજર રહ્યા હતા.