Not Set/ એવું તો શું થયું કે, આ વાત સાંભળતા જ 62 દિવસથી કોમામાં રહેલો વ્યક્તિ એકાએક…

દુનિયામાં લોકો અલગ અલગ વાનગીઓ ખાવાના શોખીન હોય છે અને આ માટે તેઓ કઈ પણ કરી શકતા હોય છે. એમાં તહેવારો હોય કે કોઈ શુભ પ્રસંગે બનેલી મીઠાઈઓ ખાવાની હોય તો લોકો ક્યાંથી પાછા પડે.

Trending
a 116 એવું તો શું થયું કે, આ વાત સાંભળતા જ 62 દિવસથી કોમામાં રહેલો વ્યક્તિ એકાએક...

દુનિયામાં લોકો અલગ અલગ વાનગીઓ ખાવાના શોખીન હોય છે અને આ માટે તેઓ કઈ પણ કરી શકતા હોય છે. એમાં તહેવારો હોય કે કોઈ શુભ પ્રસંગે બનેલી મીઠાઈઓ ખાવાની હોય તો લોકો ક્યાંથી પાછા પડે.

પરંતુ તમે કોઈ દિવસ સાંભળ્યું છે કે, કોઈ વ્યક્તિ કોમામાં હોય અને તે પોતાની મનપસંદ વાનગીનું નામ સાંભળે તો તે અચાનક કોમામાંથી બહાર પણ આવી જાય. જી હા આ એક સત્ય હકીકત છે.

આ પ્રકારની અનોખી ઘટના તાઈવાનમાં બની છે. તાઈવાનમાં 62 દિવસથી કોમામાં સરી પડેલો 18 વર્ષીય ચિયુ મનપસંદ વાનગીનું નામ સાંભળી તે ભાનમાં આવી ગયો. ચિયુના ભાઈએ હોસ્પિટલના બિછાને પડેલા ભાઈ સાથે મજાકમાં ખાવાની વાત કરતા કહ્યું કે, ‘હું તારી પસંદની ડિશ ચિકન ફિલેટ ખાવા જઈ રહ્યો છું’ અને અચાનક જ ચિયુ જાગી ગયો.

આપને જણાવી દઈએ કે, ચિયુને સ્કુટર ચલાવતી વખતે એક્સિડન્ટ થયો હતો અને તેને ગંભીર ઈજાઓ પણ થઈ હતી. આ યુવકને કોમામાંથી બહાર લાવવા માટે ડૉક્ટર્સ અને પરિવારજનો તમામ પ્રયાસ કરી ચૂક્યા હતા. આમ છતાં તે કોમામાંથી બહાર આવી શક્યો ન હતો. એક તબક્કે ચિયુના પરિવારજનો આશા છોડી ચૂક્યા હતા ત્યાં જ ચમત્કાર થયો અને તે કોમામાંથી બહાર આવી ગયો.